ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓગસ્ટ 2020
રાજસ્થાનના જોધપુર જિલ્લા માં એક જ પરિવારના ૧૧ લોકોનાં મોત અંગે પ્રાથમિક માહિતી બહાર આવી છે. એક અનુમાન મુજબ આ જ પરિવારના બુધારામની 38 વર્ષીય પુત્રી લક્ષ્મીએ ઝેરના ઇન્જેક્શન આપી પરિવારના તમામ સભ્યોની હત્યા કરી હતી. તમામ મૃતકોને પહેલાં ખાવામાં ઊંઘની ગોળી આપી હતી. ત્યારબાદ લક્ષ્મીએ ઉંદર મારવાની ઝેરી દવાના ઇન્જેક્શન દરેકના હાથમાં માર્યા હતા..
પોલીસને લક્ષ્મી પર શંકા હોવાનું મોટું કારણ એ હતું કે લક્ષ્મી પાકિસ્તાનથી નર્સિંગનો કોર્ષ કરીને ભારત આવી હતી. આથી લક્ષ્મી જાણતી હતી કે ઊંઘમાં કોઈના હાથમાં એક ઝેરી ઇન્જેક્શન કેવી રીતે આપવું.. કહેવાય છે કે ઘણા સમયથી લક્ષ્મીના પરિવારમાં કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હતો. જેનાથી તે કંટાળી ગઈ હતી. આ પરિવાર ડિસેમ્બર 2015 માં પાકિસ્તાનથી ભારત આવ્યો હતો
નોંધનીય છે કે રાજસ્થાનના જોધપુરથી સામે આવેલી હ્રદયદ્રાવક ઘટનામાં એક સાથે 11 લોકોના શબ મળવાથી હડકંપ મચ્યો હતો. આ 11 જણમાં ચાર મહિલાઓ, બે બાળકો અને પાંચ પુરુષોના મૃતદેહ સામેલ છે.
આ 11 લોકો પાકિસ્તાની શરણાર્થી હતાં અને તમામ એક સ્થાનિક ખેતરમાં કામ કરતાં હતા. પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા લોકો માટે કામ કરતાં સંગઠનના નેતા વધુ માહિતી મેળવવા માટે રાજસ્થાનના હરિદાસોતા ગામ પહોંચવાના છે. જ્યારે પોલીસ આ ઘટનામાં તમામ પાસા તપાસી રહી છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com