બરેલીમાં રખડતા કૂતરાઓનો આતંક, શેરીમાં રમતા 12 વર્ષના બાળક પર કર્યો હુમલો,સારવાર દરમિયાન મોત..

12-year-old boy mauled to death by stray dogs in UP's Bareilly, 1 injured

News Continuous Bureau | Mumbai

બરેલીમાં કૂતરાઓનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફરી એકવાર રખડતા કૂતરાઓના ટોળાએ એક માસૂમ બાળકને પોતકણો શિકાર બનાવ્યો અને બીજા બાળકને ઘાયલ કર્યો. બરેલીમાં કૂતરાઓના હુમલાના એક ડઝનથી વધુ મામલા સામે આવ્યા છે. જેમાં ઘણા એવા કિસ્સાઓ છે જેમાં કુતરાના હુમલામાં બાળકોના મોત પણ થયા છે. તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

વાસ્તવમાં, બરેલીના સીબીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાના ગૌટિયા ગામમાં 12 વર્ષના માસૂમ બાળક પર  કૂતરાઓના ટોળાએ હુમલો કર્યો હતો. મંગળવારે સાંજે 12 વર્ષનો બાળક ગામમાં તેના મિત્રો સાથે રમી રહ્યો હતો. ત્યારબાદ રખડતા કૂતરાઓએ  બાળક પર હુમલો કર્યો. કૂતરાઓના હુમલાથી બચવા માટે બાળકે ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડે દૂર ભાગતા તે જમીન પર પડી ગયો. જે બાદ કૂતરાઓએ  તેના માથા તથા શરીરના અન્ય ભાગ પર કૂતરાઓએ બચકા ભર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : ઓહ બાપ રે… હેર ડ્રાયરમાંથી હવાની જગ્યાએ નીકળી આગ, એક ધડાકો ને બધું જ થયું તહસનહસ.. જુઓ વિડીયો

દરમિયાન પાડોશમાં રહેતા એક યુવકે કૂતરાઓનો હુમલો જોયો હતો. હંગામો સાંભળીને ગામના લોકો એકઠા થઈ ગયા, ત્યાં સુધી બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. શરીર પર અનેક જગ્યાએ ઘા હતા. પરિવારના સભ્યો ઘાયલ અયાનને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બાળકના મોતથી પરિવારજનોની હાલત ખરાબ છે.