Site icon

ગુજરાતના આ 22 જિલ્લામાં કોંગ્રેસને બેઠક નહીં, 128 ઉમેદવારોની ડિપોઝિટ થઈ જપ્ત, જાણો ચૂંટણીમાં કેવી રીતે થાય છે ડિપોઝિટ ડૂલ

આ વખતે ગુજરાતના 33માંથી 22 જિલ્લામાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 5 બેઠકો જીતીને ખરાબ પ્રદર્શન કર્યું

congress alleges for misconduct during election.

ગુજરાતમાં ચૂંટણી હાર્યા પછી કોંગ્રેસ પાર્ટી નો ગંભીર આરોપ. કહ્યું સમગ્ર રાજ્યમાં એક કલાકમાં 16 લાખ લોકોએ વોટીંગ શી રીતે કર્યું?

આ વખતે ભાજપને 182 બેઠકોમાંથી પ્રચંડ બહુંમતી મળી છે જ્યારે કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. ત્યારે પ્રથમ વખત 182 વિધાનસભા બેઠકોમાં ઝંપલાવેલી આપ પાર્ટીને પણ 5 સીટો મળી છે ત્યારે ઉમેદવારો દ્વારા જે ડીપોઝિટ ભરવામાં આવે છે તે પણ આ વખતે ડૂલ થઈ છે. મળતી વિગતો અનુસાર 128 ઉમેદવારોની ધારાધોરણચ મુજબ ડીપોઝિટ ડૂલ થઈ છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં સીઆર પાટીલે અનેક વખત ડીપોઝિટ ડૂલ  થશે તેવી ધારણ વિપક્ષને લઈને કરી હતી ત્યારે ડિપોઝિટ ડૂલ થવી એટલે શું?, ઉમેદવારે કેટલી ડિપોઝિટ આપવાની હોય છે? આ વખતે કઈ પાર્ટીએ સૌથી વધુ ડિપોઝીટ ગુમાવી? જે આ પ્રકારે સમજવા જેવું છે. ચૂંટણીમાં લાખો રૂપિયાનો ખર્ચ કરનાર ઉમેદવારની ડિપોઝીટમાંથી 5-10 હજાર રૂપિયા પરત ન આવે તો એ મોટી વાત નથી, પરંતુ ડિપોઝીટ જપ્ત કરવી એ રાજકીય પ્રતિષ્ઠા પર દાગ સમાન પણ છે.

Join Our WhatsApp Community

આટલી હોય છે ડીપોઝિટ

જો કોઈ વ્યક્તિ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર હોય તો તેણે ચૂંટણી પંચને 10,000 રૂપિયા ડિપોઝિટ તરીકે ચૂકવવા પડશે. લોકસભા ચૂંટણીમાં આ રકમ 25 હજાર રૂપિયા છે. પરંતુ SC-ST ઉમેદવારોએ અડધી ડિપોઝિટ એટલે કે વિધાનસભા માટે 5000 અને લોકસભા ચૂંટણી માટે 12,500 ચૂકવવા પડતા હોય છે.
આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં મળેલી પ્રચંડ જીતનો ભાજપને થશે મોટો ફાયદો, હવે રાજ્યસભામાં બનશે નવો રેકોર્ડ

આ ઉમેદવારને મળે છે પરત ડીપોઝિટ

જો કોઈ ઉમેદવાર ચૂંટણીમાં કુલ મતોના 16.6 ટકા મત મેળવે છે તો તે ડિપોઝિટ પરત મેળવવા માટે હકદાર છે. એટલે કે, જે તે ઉમેદવારને ચૂંટણીમાં કુલ 1 લાખ મત પડે તો 16 હજાર 666 મત મેળવનારની ડિપોઝીટ પરત આવી શકે છે. ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત સમયની અંદર ઉમેદવારી પાછી લેવાની હોય છે. 33માંથી 22 જિલ્લામાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી
આ વખતે ગુજરાતના 33માંથી 22 જિલ્લામાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી જ્યારે આમ આદમી પાર્ટીએ પણ 5 બેઠકો જીતીને ખરાબ પ્રદર્શન કર્યું હતું. તેથી જ 128 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ હતી જ્યારે કોંગ્રેસના 44 ઉમેદવારોની ડિપોઝીટ બચાવી શકાઈ નથી. 
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version