News Continuous Bureau | Mumbai
મહાલક્ષ્મી(Mahalakshmi) શબ્દનું ઉચ્ચારણ કરતાં જ ભક્તો(Devotees) મનમાં સહજપણે જ કોલ્હાપુરની(Kolhapur) માતા મહાલક્ષ્મીનું સ્મરણ થઈ આવતું હોય છે. માતા મહાલક્ષ્મીનું મંદિર(Mahalakshmi Temple) એ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના મહાદ્વાર રોડ(Mahadwar Road) પર સ્થિત છે. શ્રીકરવીર નિવાસિની(Shrikarveer Nivasini) અંબાબાઈ મહાલક્ષ્મી મંદિરના(Ambabai Mahalakshmi Temple) સાનિધ્યે પગ મૂકતાં જ ભક્તોનું ચિત્ત પ્રસન્નતાથી ઘેરાઈ જાય છે. શ્રીમદ્ દેવીભાગવતમાં વર્ણિત 108 શક્તિપીઠમાં કોલ્હાપુર મહાલક્ષ્મીધામનો ઉલ્લેખ મળે છે. પ્રચલિત માન્યતા એવી છે કે દેવી સતીના ખંડિત વિગ્રહનું ત્રીજું નેત્ર આ જ ભૂમિ પર પડ્યું હતું.
દરમિયાન કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં બારમી સદીનો યાદવકુળનો શિલાલેખ મળી આવ્યો છે. આ શિલાલેખ(inscription) સંસ્કૃત, દેવનાગરી ભાષામાં(Devanagari language) લખાયેલ છે અને સોળ લીટીઓમાં છે. આ શિલાલેખ મંદિર પરિસરની પરિક્રમા માર્ગ પર સરસ્વતી મંદિરની પૂર્વ દિવાલ પર છે. મંદિરના માર્બલ ફ્લોરને દૂર કરવા માટે શરૂ કરાયેલ સંરક્ષણ કાર્ય દરમિયાન શિલાલેખ મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સંદર્ભમાં, શિલાલેખનું ભાષાંતર પૂર્ણ થયા પછી વહીવટી તંત્ર વધુ માહિતી આપશે. ઉપરાંત, મંદિરના આસિસ્ટન્ટ મેનેજર અને ધર્મશાસ્ત્ર વિભાગના ગણેશ નેર્લેકર-દેસાઈનું માનવું છે કે આ શિલાલેખએ મહાલક્ષ્મી મંદિરના ઈતિહાસમાં વધુ એક મૂલ્યવાન ઉમેરો છે. તેમણે આ શિલાલેખને કારણે નવી માહિતી પ્રકાશમાં આવવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.
#કોલ્હાપુરમાં સ્થિત #મહાલક્ષ્મી મંદિરમાંથી મળી આવ્યો બારમી સદીનો યાદવકુળનો #શિલાલેખ ખુલશે ઘણા #રહસ્યો જુઓ વિડીયો#Maharashtra #kolhapur #mahalaxmitemple #insription #sankrit #video #newscontinuous pic.twitter.com/53BfN14ceP
— news continuous (@NewsContinuous) November 4, 2022
આ સમાચાર પણ વાંચો: હેરાનગતિ માટે થઇ જાઓ તૈયાર- પાલિકાએ અંધેરીનો આ મહત્વપૂર્ણ બ્રિજ વાહનોની અવરજવર માટે કર્યો બે વર્ષ બંધ
અગાઉ, મહાલક્ષ્મી મંદિર પરિસરમાં નવગ્રહ મંદિરના સ્તંભો પર પથ્થરના શિલાલેખ, શેષાઈ મંદિરમાં હેલેનાડા શિલાલેખ, ગજેન્દ્ર લક્ષ્મી મંદિરમાં યાદવ યુગનો શિલાલેખ અને મહાદ્વારમાં સિંઘદેવ શિલાલેખ શિલાલેખ મળી આવ્યા હતા.