મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે પુર-ભૂસ્ખંલન જેવી ઘટનાઓની ચપેટમાં આવીને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે ગુરુવાર સાંજથી અત્યાર સુધીમાં અલગ અલગ ઘટનાઓમાં કુલ 136 લોકોનાં મોત થયા છે. તો પુણે મંડળમાં આવતા પુણે, કોલ્હાપુર, સાંગલી અને સતારા જિલ્લાના અનેક વિસ્તારોમંથી 84,452 લોકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવામાં આવ્યા છે
હાલમાં મહારાષ્ટ્રમાં સેનાઓની મદદથી મોટાપાયે બચાવકાર્ય ચાલી રહ્યું છે.
આ દરમિયાન હવામાન વિભાગે મહારાષ્ટ્રના 6 જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપ્યું છે. જેમાં રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પૂણે, સતારા અને કોલ્હાપુર સામેલ છે.
