ન્યુઝ કનટીનયુઝ બ્યુરો,
મુંબઈ, 8 જાન્યુઆરી 2022
શનિવાર.
પંજાબમાં અમૃતસર એરપોર્ટ પર ઇટાલીથી આવેલી ફ્લાઇટમાં કોરોનાગ્રસ્ત મુસાફરો ફરી ભારતમાં આવી પહોંચ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ શુક્રવારે ઇટાલીથી આવેલી સળંગ બીજી ફ્લાઈટમાં 150 કોરોનાગ્રસ્ત મુસાફરો આવ્યા છે.
હાલ તમામ મુસાફરોને અમૃતસરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
નોઇસ એરલાઇન્સની ઉડાન કુલ 290 પ્રવાસીઓને લઈને ઇટાલીના મિલાન શહેરથી અમૃતસર પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ ઈટાલીથી આવેલી ઈન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઈટમાં 170માંથી 125 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા.