ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020
પંજાબના ખેડૂતો અને દિલ્હીની લડાઈમાં મોટાભાઈ ને એટલે કે મુકેશભાઈ અંબાણી ની જીઓ કંપની ને મોટું નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ 1500 જેટલા જીઓ ના મોબાઈલ ટાવરો ને નુકસાન પહોંચાડયું છે. જેથી જીઓ-રિલાયન્સના નેટવર્ક પર ખૂબ અવળી અસર પડી છે. બીજી બાજુ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ ખેડૂતોની આ લડાઈમાં વ્યવસાયિક હરીફાઈ ઉભી થઈ ગઈ છે. હરિફ ટેલિકોમ કંપનીઓ આનો ફાયદો ઉઠાવી રહી છે. અન્ય મોબાઈલ કંપનીઓ રિલાયન્સ ના ટાવરો તોડાવી રહી છે જેથી તેઓનું પોતાનું નેટવર્ક મજબૂત થાય અને રિલાયન્સ ના ગ્રાહકો પોતાની કંપની તરફ વાળી શકાય. પરંતુ હાલ આ બધામાં નુકશાન તો સામાન્ય ગ્રાહકોનું થઈ રહ્યું છે.
પંજાબમાં દૈનિક ધોરણે 200 મોબાઇલ ટાવરોને નુકસાન થઈ રહ્યું છે. આથી પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે અગાઉ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને તોડફોડ ના કરવાની અપીલ કરી હતી. આમ છતાં ન માનનારાઓ સામે તેમણે પોલીસને રાજ્યમાં મોબાઇલ ટાવરોને નુકસાન પહોંચાડનારા લોકો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 મુજબ, જો તમે ટેલિકોમ ઉપકરણોને નુકસાન પહોંચાડતા હો તો કલમ 25 મુજબ 3 વર્ષની સજા થઈ શકે છે.
અગાઉ, કેન્દ્રના ખેતી કાયદાઓનો વિરોધ કરતા ખેડુતોને અમરિંદરસિંઘે, સેવાઓ વિક્ષેપિત ન કરવાની અપીલ છતાં પંજાબમાં વધુ 176 થી વધુ ટેલિકોમ ટાવરોને નુકસાન થયું છે
અમરિંદરસિંહે ખેડૂતોને એમ પણ કહ્યું હતું કે મોબાઈલ બંધ થવાના કારણે અથવા કોઈપણ અન્ય પ્રકારનું કમ્યુનિકેશન તૂટી જવાથી વિદ્યાર્થીઓને, ખાસ કરીને જેઓ તેમની બોર્ડની પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમાં અવરોધ ઉભો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેની અસર બેંકિંગ સેવાઓ પર થશે, જે મોટાભાગે ઓનલાઇન વ્યવહાર પર આધારિત છે.
આમ છતાં છેલ્લા ત્રણ દિવસમાં, મોબાઇલ ટાવરોને નુકસાન પહોંચાડવાની સંખ્યા બમણી થઈ ગઈ છે. 25 ડિસેમ્બરે, ટાવર્સને નુકસાન પહોંચાડવાની સંખ્યા 700 હતી. અને ત્રણ દિવસની અંદર, સંખ્યા વધીને 1,504 થઈ ગઈ છે. સૌથી વધુ જિઓ મોબાઇલ ટાવર્સનો વીજ પુરવઠો કાપ્યો છે . તેનાથી રાજ્યના મોટા ભાગોમાં વ્યાપક સંદેશાવ્યવહાર ઠપ્પ થયો છે.