ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 9 ડિસેમ્બર 2021
ગુરુવાર.
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો છે. જે અંતર્ગત યુનિ.ના ૧૬ વિદ્યાર્થીની ડિગ્રી પૂરી થાય ત્યાં સુધી મફત શિક્ષણ અપાશે. ઓક્ટોબરની સિન્ડિકેટ બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. જે મુજબ મ.સ. યુનિ.માં અભ્યાસ કરતાં જે વિદ્યાર્થીઓએ કોરોનાને કારણે માતા કે પિતાને ગુમાવ્યા હોય તેમને ડિગ્રી પૂરી થતાં સુધી મફત શિક્ષણ અપાશે. હજુ પણ કોઇ વિદ્યાર્થીઓએ કોરોનામાં તેમના વાલી ગુમાવ્યા હોય તો તેની પણ વિગતો મગાવાઈ છે. અંદાજીત ૫.૯૫ લાખ જેટલો ખર્ચ થશે. ૧૮ વિદ્યાર્થીએ અરજી કરી હતી, જેમાંથી ૧૬ની અરજી માન્ય ગણવામાં આવી હતી. જે કોઈ વિદ્યાર્થીનાં માતા કે પિતા કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હશે તેનો સંપૂર્ણ ખર્ચ યુનિવર્સિટી આપશે. તેવી જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. જે બાદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ૧૮ વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેની ચકાસણી કર્યા બાદ ૧૬ વિદ્યાર્થીઓની અરજી યુનિ. દ્વારા મંજૂર કરવામાં આવી છે. જેથી આ ૧૬ વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમની ડિગ્રી યુનિવર્સિટીમાંથી નહીં મેળવે ત્યાં સુધીની ૫.૯૫ લાખ ફી યુનિવર્સિટી ભરશે. આ ર્નિણયનો લાભ લેવા માટે કુલ ૧૮ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. જેમાંથી ૨ વિદ્યાર્થીઓ ફ્રોડ હોવાનું સામે આવ્યું છે. મહત્ત્વનું છે કે, ગુજરાતની આ પ્રથમ યુનિવર્સિટી હશે કે જે જેમાં કોરોનાને કારણે માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીનું ડિગ્રી સુધીનું ભણતર ફ્રી કરવામાં આવ્યું છે. મ.સ.યુનિ.ના રજિસ્ટ્રાર કે.એમ.ચુડાસમાએ અપીલ કરી છે કે, હજી એવા વિદ્યાર્થીઓ હોય કે જેમનાં માતા કે પિતા કોરોનામાં મૃત્યુ પામ્યાં હોય તો તેઓ ફેકલ્ટીનો સંપર્ક કરે અને લાભ મેળવે. યુનિવર્સિટી દ્વારા ગત મહિને સર્વાનુમતે ઠરાવ પસાર કરાયો હતો. જે વિદ્યાર્થીઓએ કોરોનાને કારણે પોતાનાં માતા-પિતા ગુમાવ્યાં છે તેઓનું આગળનું શિક્ષણ અટકે નહીં અને સાથે સાથે તેમની આર્થિક પરિસ્થિતિ ન બગડે તે માટે આ ઉમદા પહેલ યુનિવર્સિટીએ કરી હતી
પરિવર્તનનો પવન ફુંકાયો : આ ઇસ્લામિક દેશમાં શુક્રવારે બધું ખુલ્લું રહેશે… જાણો વિગતે