ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 જુલાઈ 2020
ભારતીય રેલ્વે એટલે દેશની લાઈફ લાઈન… સદીથી પણ વધુ જૂની ભારતીય રેલને હંમેશા ખોટ કરતી જ દર્શાવવામાં આવી છે. આ વર્ષે સરકારે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. 151 જેટલી ટ્રેનો ને ખાનગી કંપનીઓને દોડાવવા આપવાની યોજના બનાવી છે. જે અંતર્ગત, 'દિલ્હીમાં યોજાયેલી ખાનગી ટ્રેનો પર પ્રી-એપ્લિકેશન કોન્ફરન્સમાં 16 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો'.
મંત્રાલયે 151 આધુનિક ટ્રેનો દ્વારા 109 ડેસ્ટિનેશન માટે ટ્રેન સંચાલનમાં ભાગીદાર થવા માટે અરજી મંગાવી હતી. આ પ્રોજેક્ટમાં રૂ.30,000 કરોડનું રોકાણ છે. આ પહેલનો હેતુ રેલ્વેની પરિવહન સેવાઓમાં સુધારો કરવો, આધુનિક રોલિંગ વધારવું, રોજગારની તકોમાં વધારો અને મુસાફરોના સંપૂર્ણ પ્રવાસના અનુભવ માટે નવી સેવાઓનો સમાવેશ કરવાનો છે.
નિવેદન અનુસાર "ટ્રેન કામગીરી માટે અનેક ઓપરેટરો મેદાનમાં હોવાથી સ્પર્ધા એકબીજા વચ્ચે સ્પર્ધા વધશે જેને કારણે મુસાફરો ને વધુ સારી અને આધુનિક સુવિધા મળશે." રેલવે મંત્રાલયની પ્રથમ આ પ્રકારની પહેલ મુજબ, ખાનગી ખેલાડીઓએ એપ્રિલ 2023 સુધીમાં પેસેન્જર ટ્રેનો ચલાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જેમાં બોમ્બાર્ડિયર, અદાણી પોર્ટ્સ, ફ્રાન્સના સ્ટોલ્સ્ટોમ, સ્પેનની ટેલ્ગો, મક્વેરી જૂથ, ટાટા રિયલ્ટી, એનઆઈઆઈએફ અને સીએએફ સહિત 16 થી વધુ કંપનીઓએ ખાનગી ટ્રેન પ્રોજેક્ટમાં ઊંડો રસ દાખવ્યો છે.
રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર, ખાનગી ટ્રેનોને પાટા પર લાવે એ સમય સુધીમાં મુળ માળખાગત સુવિધાઓ અપગ્રેડ કરે તેવું પણ વિચારી રહ્યું છે. રેલ્વે બોર્ડના અધ્યક્ષએ ગત સપ્તાહે જણાવ્યું હતું કે, ભારતીય રેલ્વેના લગભગ 11,000 કિલોમીટરના અતિ વ્યસ્ત રૂટોને કલાકના 110 કિ.મી.થી વધારીને 130 કિ.મી. પ્રતિ કલાક કરવામાં આવશે. આ ટ્રેનોને એપ્રિલ 2023 થી તબક્કાવાર રોલ કરવાની યોજના છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com