News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) છેલ્લા કેટલાક દિવસથી રાજકીય ઉથલપાથલ(Political crisis) ચાલુ છે. આ બધાની વચ્ચે હવે ડેપ્યુટી સ્પીકરની(Deputy Speaker) સક્રિયતા પણ વધી ગઈ છે. રાજકીય ઘમાસાણ(Political turmoil) વચ્ચે ગુવાહાટીમાં(Guwahati) ધામા નાખેલા એકનાથ શિંદે(Eknath Shinde) જૂથના ધારાસભ્યોને(MLA) મોટો ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના(Maharashtra Legislative Assembly) ડેપ્યુટી સ્પીકર વતી 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ મોકલવામાં આવી છે. તેમને 27 જૂને સાંજે 5:30 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે.
સાથે નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ધારાસભ્યો તરફથી કોઈ જવાબ નહીં મળે તો એવું માનવામાં આવશે કે તેમની પાસે કહેવા માટે કંઈ નથી અને કાયદાકીય પ્રક્રિયા(Legal process) મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સવાલ એ છે કે આ બળવાખોર ધારાસભ્યો ત્યાં સુધીમાં હાજર થઈ શકશે કે કેમ? શું બળવાખોર ધારાસભ્યો હવે કાયદા તરફ વળશે? શિવસેના(Shivsena) પાર્ટીના વ્હીપ સુનિલ પ્રભુએ(Whip Sunil Prabhu) તમામ 16 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટિસ જારી કરી છે.
આ સમાચાર પણ વાંચો : બળવાખોર ધારાસભ્યોથી નારાજ શિવસૈનિકો રસ્તા પર ઉતર્યા- મુંબઈમાં શરૂ થયું તોડફોડ સત્ર – જુઓ વીડિયો- જાણો વિગતે
આ પહેલા શિવસેના દ્વારા 12 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી. જોકે, બાદમાં તે વધારીને 16 કરવામાં આવી હતી.