Site icon News Continuous Bureau | Mumbai

યુપી-એમપી-બિહારમાં ભીષણ રોડ અકસ્માત, 16 કામદારોનાં મોત, 50 થી વધુ ઘાયલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

14 મે 2020

 મધ્યપ્રદેશથી એક દુખદ સમાચાર મળી રહ્યા છે. બુધવારની મોડી રાત્રે 60 થી વધુ પ્રવાસી મજૂરો લઈ જતી બસ નો અકસ્માત થતાં 8 મજૂરોનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું છે, જ્યારે 50 થી વધુ લોકો ઘાયલ થયા છે.

  બીજી બાજુ ઉત્તરપ્રદેશથી મુજ્જફરનગરની રોડવેઝ બસે પગપાળા જતા મજૂરોને બસ નીચે કચડી કાઢ્યા છે. આમાં 6 લોકોના મોત નિપજ્યા છે.

   આ સાથે જ બિહારથી પણ રોડ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. જેમાં બે પ્રવાસી મજૂરોનું અવસાન થયું છે. આમ  એક જ રાતમાં યુપી, બિહાર અને મધ્યપ્રદેશમાં વિવિધ રોડ અકસ્માતમાં 16 જેટલા મજુરો મોતને ભેટયા છે. પોલીસ ની માહિતી મુજબ કોરોના લોકડાઉનને કારણે મોટી સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. આ લોકો રોડની કિનારી કિનારે ચાલીને જતા હોય છે ત્યારે મોટાભાગના હાઈવે હાલ ખુલ્લા હોવાથી ઓવર સ્પીડીંગને કારણે આ અકસ્માત થયા હોવાનું જાણવા મળ્યું છે. હાલ જે તે રાજ્યની જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોને દાખલ કરવામાં આવ્યા છે. આ તમામ મજૂરોમાં કોઈ મહારાષ્ટ્રથી તો કોઈ પંજાબથી પોતાના વતન પરત ફરી રહ્યા હતા..

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version