News Continuous Bureau | Mumbai
Kedarnath landslide: કેદારનાથ ધામની યાત્રાએ ( Kedarnath Dham ) ગયેલા અરવલ્લી જિલ્લાના 17 જેટલા ગુજરાતી યાત્રિકો ઉત્તરાખંડમાં મોટી લિન્ચોલી નજીક વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગને કારણે ફસાઈ ગયા હતાં.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ( Bhupendra Patel ) આ ફસાયેલા યાત્રિકો ( Gujarati pilgrims ) અંગેની જાણ થતાં જ તેમણે ગુજરાતના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરને આ યાત્રિકોને સહિ સલામત સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કાર્યવાહીનું તાત્કાલિક સંકલન કરવા સૂચનાઓ આપી હતી.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ( State Emergency Operations Center ) પરથી રાહત કમિશ્નરશ્રી આલોક પાંડેએ ઉત્તરાખંડ ( Uttarakhand landslide ) સરકારના એસ.ઈ.ઓ.સી. નો સંપર્ક સાધીને આ ફસાયેલા ગુજરાતી યાત્રાળુઓની વિગતો અને સંપર્ક નંબર વગેરે પહોંચાડ્યા હતાં.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સમગ્ર ઘટનામાં રાહત કમિશ્નર અને એસ.ઈ.ઓ.સી. ને સતત જરૂરી માર્ગદર્શન આપતા રહ્યા હતાં.
ઉત્તરાખંડ સરકારના ( Uttarakhand Government ) એસ.ઈ.ઓ.સી. દ્વારા આ ફસાયેલા યાત્રાળુઓના રેસ્ક્યુ અંગે રુદ્રપ્રયાગ જિલ્લા કંટ્રોલ રૂમ સાથે પરામર્શમાં રહીને તત્કાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Hoarding Collapse : મુંબઈમાં વધુ એક હોનારત, ઘાટકોપર બાદ અહીં વિશાળ હોર્ડિંગ તૂટી પડ્યું; વાહનોને નુકસાન. જુઓ વિડીયો..
વાતાવરણ ક્લિયર થતાં જ ગુજરાતના આ બધા જ યાત્રિકોને હેલિકોપ્ટર દ્વારા એર લિફ્ટ કરીને ગણતરીના કલાકોમાં જ સહિ સલામત નીચે સુરક્ષિત સ્થળે પહોંચાડી દેવામાં આવ્યા છે.
અરવલ્લીનાં આ યાત્રિકોના ગ્રુપના એક અગ્રણી શ્રી મનોજભાઈ પોતે સહુ યાત્રિકોને ટુંકા સમયમાં સહિ સલામત નીચે પહોંચાડી દેવા માટેની તત્કાલ વ્યવસ્થાઓ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત અને ઉત્તરાખંડના એસ.ઓ.ઈ.સી.ના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.