ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
29 ઓગસ્ટ 2020
રૂપાણી સરકારમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ કોરોના મંત્રીઓ અને વિધાયકો સુધી ફેલાયો છે. જેથી નેતાઓમાં પણ કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. રૂપાણી સરકારના મંત્રી રમણ પાટકર પછી સરકારના કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી ધમેંદ્રસિંહ જાડેજા કોરોના સંક્રમિત થતા, ગાંધીનગરમાં ચિંતાનો માહોલ છે. હર્ષ સંઘવી અને હર્ષદ રિબડિયાને પણ કોરોનાનો ચેપ લાગતા ગુજરાતમાં કોરોનાની ઝપેટમાં આવેલા ધારાસભ્યોની કુલ સંખ્યા 18એ પહોંચી છે.
જ્યારે રાજ્યના 18-18 નેતાઓ કોરોનાના ચેપથી પીડિત હોય એવા સમયે, આવનારા દિવસોમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ક્યારે બોલાવવું!?? તેને લઈ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે.. કોરોના પોઝિટિવ આવતા પોતાના સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઈન થવા અને કોરોનાનું પરીક્ષણ કરાવવાની અપીલ કરનાર મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ગુરુવારે કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા હતા. જોકે હાલમાં રાજ્ય સરાકરના બાકી મંત્રીઓના કાર્યક્રમો પહેલાથી જેમ જ ચાલી રહયાં છે.
બીજી તરફ મંત્રી નિવાસમાં તેમના બંગલામાં રહેનારા કર્મચારીઓને પણ કોરેન્ટાઈન કરાયા છે. સાથે જ તેમના કાર્યાલયના બાકીના સભ્યોના ટેસ્ટ પણ કરાવવાના આદેશ આપવામાં આવ્યાં છે. માત્ર ધારાસભ્યો અને મંત્રી જ નહીં પરંતુ આ પહેલા રમેશ થડૂક અને બાદમાં કિરીટ સોલંકીને કોરોનાને ચેપ લાગતા રાજ્યના 26 સાંસદો પૈકી લોકસભાના 2 સાંસદો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આમ મંત્રાલય સુધી કોરોનાનો ચેપ ફેલાઈ જતાં મંત્રી થઈ લઈને સંત્રી સુધી સૌ કોઈમાં ગભરાટ ફેલાઈ ગયો છે. જોકે ચોમાસું સત્ર માટે હાલ કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
