Site icon

181 Abhayam Women Helpline :સાફલ્ય ગાથા… 181 અભયમ ટીમની દરકારથી પતિથી પીડિત મહિલાની ગંભીર સમસ્યાનો આવ્યો ઉકેલ

181 Abhayam Women Helpline :મદદ માટે 181 અભયમ ટીમ સાથે સંપર્કમાં આવેલા આ 35 વર્ષીય મહિલા છેલ્લા 12 વર્ષથી પોતાના પતિ સાથે લગ્નજીવન ગુજારી રહ્યાં હતાં.

181 Abhyam Success Story : misunderstanding was created by a cricket call 181 abhyam brought a happy ending

181 Abhyam Success Story : misunderstanding was created by a cricket call 181 abhyam brought a happy ending

News Continuous Bureau | Mumbai 

181 Abhayam Women Helpline :

Join Our WhatsApp Community

અમદાવાદ શહેરના પૂર્વમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાંથી 181 અભયમ હેલ્પલાઈન ઉપર એક પરણિત મહિલાનો ફોન આવ્યો હતો. આ મહિલાએ તેના પતિની ફરિયાદ કરી હતી. મહિલાના પતિ મહિલા સાથે મારપીટ કરી ઝઘડો કરતા હતા. મહિલાએ ફોન ઉપર અભયમ ટીમની મદદ માગી હતી.

મદદ માટે 181 અભયમ ટીમ સાથે સંપર્કમાં આવેલા આ 35 વર્ષીય મહિલા છેલ્લા 12 વર્ષથી પોતાના પતિ સાથે લગ્નજીવન ગુજારી રહ્યાં હતાં. બે સંતાનોની આ મહિલા સાથે તેના પતિ દ્વારા વારંવાર નાની મોટી બાબતમાં ઝઘડા કરવામાં આવતા હતા. મહિલા જ્યારે પિયર જાય તે સમય દરમિયાન પતિને ન ગમતી નાની મોટી બાબતમાં ઝઘડા કરી મહિલાને પરત બોલાવી લેતા હતા. મહિલાના પતિ પિયર ગયેલી પોતાની પત્ની ઉપર શંકા કરી તેને જાહેરમાં વિડિયો કોલ કરતા હતા. પિયરમાં કોણ કોણ હાજર છે એ વિષય ઉપર વારંવાર પ્રશ્નો પૂછીને અને મહિલાને માનસિક ત્રાસ આપી સતત હેરાન કરતા હતા. આ બધા કારણોસર આ મહિલા પિયર જવાનું ટાળતાં હતાં.

એક વાર મહિલાના પિયર પક્ષના સંબંધીના ઘરે લગ્નપ્રસંગ હોઈ, સમય મર્યાદાના કારણે આ સંબંધી મહિલાના ઘરે રૂબરૂ કંકોત્રી આપવા માટે ન આવી શક્યા હોવાથી તેઓએ લગ્નની કંકોત્રી મહિલાના વોટ્સએપ ઉપર ઓનલાઈનના માધ્યમથી મોકલી આપી હતી અને ફોન કરીને લગ્નમાં પધારવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ, મહિલા પિયર જ ન જાય તેવા આશયથી પતિએ વોટ્સએપ ઉપર મોકલવામાં આવેલી કંકોત્રીની આ બાબતમાં જ વાંધો જ ઉઠાવી, મહિલા સાથે ઝઘડો કરી મારપીટ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Gujarat Stamp Duty Act : ગુજરાત માં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

અભયમ ટીમ દ્વારા આ કિસ્સામાં કાઉન્સેલિંગ કરી બંને પક્ષને કાયદાકીય માહિતી આપી હતી. તથા, કાયદાકીય અન્ય માહિતી જેમ કે, પોલીસ સ્ટેશનને લગતી માહિતી તથા લાંબા ગાળા સુધી કાઉન્સેલિંગ લઈ શકાય તેવા કાઉન્સેલિંગ સેન્ટરની માહિતી પૂરી પાડવામાં આવી હતી. અભયમ ટીમ દ્વારા મહિલાના પતિને આ વિષયમાં મહિલાને માનસિક ત્રાસ ન આપવા તથા શારીરિક હેરાનગતિ ન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

181 અભયમ હેલ્પલાઈન આવી અનેક મુસીબતમાં પડેલી મહિલાઓની મદદે આવી તેમની સુરક્ષા અને સલામતી માટે સતત કાર્યરત છે. અભયમ ટીમ આવી અનેક મહિલાઓના જીવનના ગંભીર પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મદદરૂપ થાય છે.

~ શ્રદ્ધા ટીકેશ, અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version