ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો
મુંબઇ
27 ઓગસ્ટ 2020
પંજાબ રાજ્યમાં 28 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જેનાં બે દિવસ પહેલા સમાચાર આવ્યાં છે કે ત્યાંના 23 મંત્રી અને ધારાસભ્યો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયાં છે. આ કારણે રાજ્યમાં હાલ હડકંપ મચ્યો છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બેઠક દરમિયાન અમરિન્દર સિંહે આ માહિતી આપી હતી.
રાજ્યમાં કોરોનાની સ્થિતી વિશે કેપ્ટને કહ્યું કે ‘રાજ્યના ધારાસભ્યો અને મંત્રીઓ કોરોના ચેપગ્રસ્ત છે. સ્થાનિક સ્તરે શુ પરિસ્થિતિ હશે તેની કલ્પના પણ થઈ શકતી નથી. પંજાબમાં, વિધાનસભા સત્ર શરૂ થાવાનું હોવાથી સંકળાયેલા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. વિધાનસભા ની અંદર પણ સોશિયલ ડિસ્ટનસિંગ નું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.'
અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં અત્યાર સુધીમાં 44,577 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જેમાંથી 29,145 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે અને 14,245 સક્રિય દર્દીઓ છે. તેમજ 1,198 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.. આથી મુખ્યમંત્રીએ પંજાબની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને JEE અને NEET પરીક્ષાઓ ન યોજવા પર ભાર મૂક્યો હતો…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com