ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યુરિયા બનાવતી ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થયો. જેમાં બે અધિકારીઓના મોત થયા છે
દુર્ઘટના સમયે પ્લાન્ટમાં આશરે 100 કર્મચારીઓ હાજર હતા.
15 કર્મચારીઓની હાલત વધારે ખરાબ હોવાનું જણાવાઈ રહ્યું છે. તેઓને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
દુર્ઘટના બાદ પ્લાન્ટ ખાલી કરાવી દેવામાં આવ્યો છે. હાલ તપાસ ચાલી રહી છે.
પ્રયાગરાજમાં ઇફ્કોના પ્લાન્ટમાં મોટી દુર્ઘટના. 2 અધિકારીના મોત, 15 કર્મચારી બિમાર. જાણો વિગત
