અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે વડોદરાના 8 કિમીના શહેરી વિસ્તારનો એલાઈમેન્ટ બદલવામાં આવશે. વડોદરામાં પ્લેટફોર્મ 6ના બદલે 7 પરથી સીધી ટ્રેન પસાર કરાશે.
આ બદલાવને પગલે 2 હજાર કરોડ રૂ.ની બચત થવાની આશા નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા વ્યક્ત કરાઈ છે.
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના એમડી અચલ ખરે જણાવ્યું હતું કે આગામી મે મહિનામાં વડોદરા માટેના સી -5 પેકેજનું ટેન્ડર ઇન્વાઇટ કરાશે, જે જુલાઈ મહિના સુધીમાં એલોટ કરાશે.
