News Continuous Bureau | Mumbai
Narmada Nigam : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી ઉપર આવેલા સરદાર સરોવર ડેમમાં(sardar sarovar dam) પાણીનો ધરખમ વધારો થઇ રહ્યો છે. ઈન્દીરા સાગર(indira sagar) ડેમના ૧૨ દરવાજા ૧૦ મીટર સુધી ખોલાયા છે અને સીઝનમાં પ્રથમ વાર કેવડીયા ખાતે આવેલા સરદાર સરોવરના ૧૦ દરવાજા બપોરે ૧૨ કલાકે ૧.૪૦ મીટર સુધી ખોલી રિવરબેડ(riverbed) પાવર હાઉસમાંથી કુલ ૧,૪૫,૦૦૦ પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. બપોરે ૧ વાગ્યે ડેમની પાણીની સપાટી ૧૩૬.૩૬ મીટર થઇ છેપાણીની આવક ૯,૧૬,૮૯૫ ક્યુસેક છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ આવક ૮,૧૧,૩૪૦ ક્યુસેક છે. નદીમાં કુલ પાણીની જાવક ૧,૪૨,૧૬૬ ક્યુસેક છે. છેલ્લા એક કલાકમાં ડેમની સપાટીમાં ૨૫ સે.મી.નો મળી રહ્યો છે. વધારો જોવા ડેમમાં પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ડેમમાં પાણીની સપાટી જળવાઇ રહે અને પુરની અસરને ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતી અને પાણીના જળસ્તર પર નજર રાખવામાં આવી રહી છે. ભરૂચ(bharuch) સહિતના નીચાણવાળા વિસ્તારને પુની અસર ન થાય તે માટે સતત વહીવટી તંત્ર દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમના પૂર નિયંત્રણ કક્ષ ખાતેથી મુખ્ય ઈજનેરશ્રી કાનુન્શો અને સમગ્ર ઈજનેરી ટીમ સતત મોનીટરીંગ અને દેખરેખ રાખી રહી છે. સરદાર સરોવર ડેમનો પ્રાકૃતિક નઝારો અને ડેમના દરવાજા ખોલાતા આહલાદક વાતાવરણ નજારાને જોવા માટે સહેલાણીઓ અને લોકો પણ પાણીના પ્રવાહને જોઇને આનંદિત બની સેલ્ફી અને પ્રાકૃતિક નજારો પુલકિત બની હોંશથી આનંદ લઇ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ સાવધાની અને સલામતીની પુરતી કાળજી રાખવા માટે સબંધિત વિભાગોને સૂચના આપીને અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : Sharadi Navratri : શારદીય નવરાત્રી ક્યારે છે? ધન પ્રાપ્તિ માટે જાણો ઘટસ્થાપન અને મંત્રનો શુભ સમય!