ન્યુઝ કંટીન્યૂઝ.
રાજસ્થાનની રાજનીતિમાં મધ્ય પ્રદેશ પ્રમાણે કશુક નવું-જૂનું થાય તેવું લાગે છે. ગત રાતથી કોંગ્રેસના 24 ધારાસભ્યોના મોબાઇલ સ્વીચ ઓફ છે. આથી વધુ આ તમામ ધારાસભ્યો રાજસ્થાન છોડીને હાલ હરિયાણા પહોંચી ગયા છે. સૂત્રો પાસેથી મળેલા સમાચાર અનુસાર, ઉપ મુખ્યમંત્રી સચિન પાયલટ અને મુખ્યમંત્રી ગહેલોત વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે. પરિણામે સચિન પાયલોટ શનિવારે નવી દિલ્હી ની મુલાકાતે પહોંચી ગયા હતા. નવી દિલ્હીમાં તેઓ કોને મળ્યા તે સંદર્ભે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ આ બધું એ જ રીતે થઈ રહ્યું છે જે રીતે મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું હતું.
સ્વાભાવિક પણે ૨૪ ધારાસભ્યો કોંગ્રેસ થી અળગા થઈ જાય તો રાજસ્થાનની કોંગ્રેસ સરકાર ખતરામાં આવે તેમ છે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે આરોપ લગાવ્યો હતો કે તેમની સરકાર પાડવા માટે ભાજપ એક -એક ધારાસભ્યને 25 કરોડ રૂપિયા ઓફર કરી રહી છે. આ ઉપરાંત રાજસ્થાન પોલીસે ભાજપના બે નેતાઓની ધરપકડ કરી હતી અને તેમના પર સરકાર પાડવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આગામી એક સપ્તાહ રાજસ્થાન ની ગહેલોત સરકાર માટે કસોટી ભરેલો રહેશે.
