કોરોના સંકટનો સામનો કરી રહેલા પંજાબમાં હાલ એક રાજકીય સંકટ સર્જાયું છે.
આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તેના પહેલા જ પંજાબ કોંગ્રેસમાં બે ભાગલા પડી ગયા છે. આ સંજોગોમાં સ્થિતિ કાબુમાં લેવા માટે કેન્દ્રીય હાઈકમાન્ડે દખલ કરી છે.
કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હી બોલાવ્યા છે. તમામ ધારાસભ્યો અને મંત્રીઓ દિલ્હીમાં એક 3 સભ્યો ધરાવતી પેનલની મુલાકાત લેશે અને પોતાના પ્રશ્નો રજૂ કરશે.
કોંગ્રેસના આશરે 2 ડઝન જેટલા ધારાસભ્યો જેમાં સુનિલ ઝાખડ, મંત્રી ચરણજીત, સુખજિંદર રંધાવા પણ આ બેઠકમાં સામેલ થવા રવાના થયા છે.
માનવામાં આવે છે કે કોંગ્રસે ગત વર્ષે ચૂંટણી દરમિયાન જે જે પણ વાયદાઓ કર્યા હતા તે વાયદાઓ મંત્રીઓએ પૂરા ના કરતાં સમગ્ર મામલો વધી ગયો હતો અને એકબીજા પર આરોપ કરવાનું શરૂ કર્યું હતું.
આ સરકારે હિંમત દેખાડી, લૉકડાઉન ચાલુ રાખ્યું; પરંતુ દુકાનોને ખોલવાની પરવાનગી આપી
