ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
10 ઓગસ્ટ 2020
મુંબઈની અઢી હજારથી વધુ 'સહકારી આવાસ મંડળીઓ' અર્થાત.. કો.ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓનો રોજિંદો કારભાર ખોરવાઈ ગયો છે. કારણ કે સહકારી વિભાગ દ્વારા, સોસાયટીની સમિતિની મુદત પુરી થતાં અથવા અન્ય કારણોસર અઢી હજારથી વધુ હાઉસિંગ સોસાયટીમાં સરકારી સંચાલકોની નિમણૂક કરી છે. પરંતુ લોકડાઉન શરૂ થયું ત્યારથી આ સરકારી સંચાલકોએ સોસાયટી તરફ ફરીને પણ જોયું નથી. જેને કારણે ચોમાસા પહેલા થતાં મકાનોનું સમારકામ કરવામાં આવ્યું નથી. ડ્રેનેજની સફાઇ, જાળવણી, હિસાબ ટેલી કરવા જેવાં કામો થયાં જ નથી. અરે, એ પણ પ્રકાશમાં આવ્યું છે કે, સુરક્ષા ગાર્ડ્સોને સોસાયટીનો પગાર ન મળતા અનેક જગ્યાએ નોકરી છોડી જતાં રહયાં છે.
મુંબઇ શહેર અને પરાઓમાં આશરે 29,000 હાઉસિંગ સોસાયટીઓ છે. તેનું સંચાલન સભ્યો દ્વારા ચૂંટાયેલી સમિતિ દ્વારા કરવામાં આવે છે. જો કે, ઘણી સમિતિઓની મુદત પૂરી થવાને કારણે અથવા નાણાકીય ગેરરીતિને કારણે સહકાર વિભાગે આ સમિતિને રદ કરી છે અને સહકાર વિભાગના અધિકારીઓને વહીવટદાર તરીકે નિયુક્ત કર્યા છે. આ સંચાલકો છેલ્લા દોઢ- બે વર્ષથી કાર્યરત છે.
સોસાયટી ના લોકોની અપેક્ષા છે કે સરકાર દ્વારા નીમાયેલા લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા બે કે ત્રણ દિવસ સોસાયટીની મુલાકાત લે. પરંતુ લોકડાઉન શરૂ થયા બાદ માર્ચથી કોઈ ફરક્યું નથી. પરિણામે સભ્યો પાસેથી મેન્ટેનન્સ એકત્રિત કરવા અને હિસાબ લખવાનું કામ અટક્યું છે. તેમના રોજિંદા કાર્ય લટકી પડયા છે. સિક્યુરિટી ગાર્ડ, સફાઇ કામદારો, માળીને સમયસર ચુકવણી કરવામાં આવતી નથી. કારણ કે મેઇન્ટેનન્સ સમયસર ઉઘરાવાતું નથી. તેથી, સોસાયટીના રહેવાસીઓએ ફેડરેશન વતી માંગ કરી છે કે, સરકારી સંચાલકને બદલે સોસાયટીના જ રહેવાસી એવા ત્રણ સભ્યોનું 'બોર્ડ ઓફ ગવર્નર્સ બનાવવામાં આવે.' જેઓ નાના મોટા તમામ દૈનિક કામો ની દેખરેખ રાખી શકે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com