Site icon

અરે બાપ રે- આ જેલમાં એકસાથે 26 કેદીઓ કોરોનાથી નહીં પણ HIVથી થયા સંક્રમિત- વહીવટીતંત્રમાં હડકંપ

News Continuous Bureau | Mumbai

જેલમાં એકસાથે કેદીઓના કોરોના પોઝિટિવ હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે, પરંતુ હવે યુપીની બારાબંકી જેલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાંની જિલ્લા જેલમાં એકસાથે ૨૬ કેદીઓ એચ.આઈ.વી પોઝિટિવ મળી આવ્યા હતા. જેલ પ્રશાસનના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગે ૧૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી જેલમાં ત્રણ તબક્કાનો એચ.આઈ.વી કેમ્પ યોજ્યો હતો અને કેદીઓની તપાસ કરી હતી. તે જ સમયે, આ મામલો સામે આવ્યો, જે પછી વહીવટીતંત્રમાં પણ હલચલ મચી ગઈ છે. હાલ આરોગ્ય વિભાગની ટીમે તમામની તપાસ શરૂ કરી છે. 

Join Our WhatsApp Community

જેલર આલોક શુક્લાએ જણાવ્યું કે જેલમાં ૩૩૦૦ કેદીઓ છે, સ્વાસ્થ્ય વિભાગની ટીમ તમામની તપાસ કરે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, ૨૬ કેદીઓમાં HIV વાયરસ મળી આવ્યો છે, જેમની સારવાર શરૂ કરવામાં આવી છે. તેમાંથી બે દર્દીઓને એન્ટિ-રેટ્રોવાયરલ સારવાર માટે લખનૌની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૨૪ દર્દીઓને એઆરટી (HIVની દવા) આપવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો :  ચોમેર ટીકા થયા પછી કાર અને ટેકનોલોજી ઉત્પાદક કંપનીએ વિડીયોના માધ્યમથી સમજાવ્યું કે પાછળની સીટ બેલ્ટ કેમ પહેરવો જરૂરી છે- તમે પણ વિડીયો જુઓ 

આ મામલે બારાબંકીના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. અવધેશ યાદવે કહ્યું કે પોઝિટિવ મળી આવેલા કેદીઓને અન્ય કેદીઓથી અલગ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૨૦૦ કેદીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૨૬ પોઝિટિવ મળી આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે તેમનો પ્રયાસ બાકીના કેદીઓની વહેલી તકે તપાસ કરવાનો છે. તે જ સમયે, જેલમાં ૭૦ મહિલા કેદીઓ છે, તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે. ડૉ. યાદવના કહેવા પ્રમાણે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે આટલા કેદીઓને કેવી રીતે ચેપ લાગ્યો. તેમાંથી કેટલાક વૃદ્ધ છે, તેમના પરિવારને જાણ કરવામાં આવી છે. આ સાથે તેમની ખાસ કાળજી લેવામાં આવી રહી છે.

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version