ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે, રાજ્યમાં વીજળીના કડાકા સાથે અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદ શહેરમાં બે કલાકમાં સરેરાશ 3 ઈંચ વરસાદ નોંધાયો છે, ત્યારે કચ્છમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે
સૌથી વધુ વરસાદ મણીનગર વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે જોધપુર અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 1.25 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
ભાર વરસાદને પગલે શહેરના સાત અંડરપાસ બંધ કરાયા હતા.
વીફરેલા વેપારીઓએ કેમ આપી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ? જાણો વિગત