News Continuous Bureau | Mumbai
ઉદ્ધવ ઠાકરે ( uddhav ) માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી અવસ્થા નિર્માણ થઇ છે. એકનાથ શિંદે જુથ ( eknath Shinde faction ) ના ધારાસભ્ય ( MLAs ) પ્રતાપ જાધવે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઉદ્ધવ ઠાકરે પાસે રહેલા 15 ધારાસભ્યો પૈકી આઠ ધારાસભ્યો ( MLAs ) એકનાથ શિંદે ( eknath Shinde ) સાથે સામેલ ( join ) થઈ જશે. આ ધારાસભ્યો પહેલા શામેલ થઇ જવાના હતા પરંતુ તેમને સ્થાનિક સમસ્યાઓ હોવાને કારણે તેઓ હજી સુધી એકનાથ શિંદે સાથે એક મંચ પર આવી શક્યા નથી. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે ત્રણ સાંસદ ( MPs ) સભ્યો પણ શિવસેના છોડી દેશે.
આ સમાચાર પણ વાંચો: શ્રદ્ધા વાળકર મર્ડર કેસમાં મોટો ખુલાસો. શ્રદ્ધાને પહેલેથી હત્યાનો ડર હતો. પોલીસને આ ચિઠ્ઠી લખી હતી. વાંચો તે ચિઠ્ઠી નો એક એક અક્ષર….
સૌથી છેલ્લે ઉદ્ધવ ઠાકરે નો સાથ કયા નેતાએ છોડ્યો?
ગત સપ્તાહે ઉત્તર-પશ્ચિમ મુંબઈ વિસ્તારના સંસદ સભ્ય ગજાનન કીર્તિકરે શિવસેના પાર્ટી ને બાય બાય કરી દીધું હતું. તેમણે સાર્વજનિક રીતે એકનાથ શિંદે ( eknath Shinde ) સાથે એક મંચ પર ભાષણ આપ્યું હતું અને ઉદ્ધવ ઠાકરે પર આરોપ લગાવ્યા હતા.