News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના ( Maharashtra ) આકોલા જિલ્લામાંથી એક ક્રૂર અને ઘાતકી સમાચાર સામે આવ્યા છે. અહીં અકોલામાં રખડતા કૂતરાઓને ( dogs ) મારી નાખવામાં ( dead ) આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 24 કૂતરાઓને ઝેર ( poisoned ) આપીને મારવામાં આવ્યા છે. બીજી તરફ એનિમલ રેસ્ક્યુ ટીમ 6 કૂતરાઓની સારવાર કરી રહી છે. તેમજ આ સંસ્થા આવા શ્વાનને ( dogs ) શોધી રહી છે જેમને ઝેર આપીને મરવા માટે છોડી દેવામાં આવ્યા છે. એનિમલ રેસ્ક્યુ ટીમે પણ બે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.
મહારાષ્ટ્રના ( Maharashtra ) અકોલામાં છેલ્લા પાંચ દિવસમાં ત્રીસ રખડતા કૂતરાઓને ( dogs ) ઝેર આપવામાં આવ્યું છે. આમાંથી 24 શ્વાન ઝેરના કારણે મૃત્યુ ( dead ) પામ્યા છે. બાકીના છ શ્વાનને સારવાર આપવામાં આવી રહી છે. જેમાંથી કેટલાકની હાલત અત્યંત ગંભીર છે. આ ઘટનાઓની જાણ પશુ સામાજિક સંસ્થા દ્વારા બે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. શ્વાનને ( poisoned ) ઝેર આપીને કોણ મારી રહ્યું છે તે પણ પોલીસ શોધી રહી છે.
આ સમાચાર પણ વાંચો: શ્રદ્ધા વાળકર મર્ડર કેસમાં મોટો ખુલાસો. શ્રદ્ધાને પહેલેથી હત્યાનો ડર હતો. પોલીસને આ ચિઠ્ઠી લખી હતી. વાંચો તે ચિઠ્ઠી નો એક એક અક્ષર….
જ્યારથી કૂતરાઓને ( dogs ) ઝેર આપીને મોતને ( dead ) ઘાટ ઉતારવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારથી અકોલાની એનિમલ સોશિયલ ઓર્ગેનાઈઝેશન આવા કૂતરાઓને શોધી રહી છે અને બચાવી રહી છે, જેમને ઝેર આપવામાં આવ્યું છે અથવા જેમની હાલત ખૂબ જ ખરાબ છે. ટીમ અકોલાની દરેક શેરી અને વિસ્તારમાં બચાવ કામગીરી કરી રહી છે.