Site icon

જય શ્રી રામ! અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું 30 ટકા કામ પૂર્ણ, પરિસરમાં એક સાથે આટલા લાખ શ્રદ્ધાળુઓ રહી શકશે

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું લગભગ 30 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે યાત્રિકોની સુવિધા માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાના નેતૃત્વમાં સર્કિટ હાઉસ ખાતે બીજા અને છેલ્લા દિવસની બેઠક યોજાઈ હતી. બેઠક પુરી થયા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે રામ મંદિરના નિર્માણની સાથે તીર્થયાત્રીઓની સુવિધાઓ પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ લાંબા ગાળાની યોજના પર કામ કરી રહ્યું છે. જાે ૨ લાખ ભક્તો પણ એકસાથે રામ મંદિર પરિસરમાં દર્શન માટે પહોંચે તો તેમને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે, અમે આ યોજના પર કામ કરી રહ્યા છીએ. આ સાથે રામજન્મભૂમિ સંકુલમાં ૫૦ હજાર શ્રદ્ધાળુઓનો સામાન રાખવાની સુવિધા પણ આપવામાં આવશે. જેથી ભક્તો પોતાનો સામાન ત્યાં રાખીને રામલલાની પૂજા-અર્ચના કરી શકે. 

આ સમાચાર પણ વાંચો :  સાવધાન, ટ્રેનમાં ગીતો વગાડ્યા કે પછી મોટા અવાજે વાત કરી તો આવી બનશે. જાણો વિગતે

શ્રદ્ધાળુઓની સુવિધાની સાથે સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રામ મંદિર પરિસરમાં અગ્નિશામક વાહનો પાર્ક કરવાની પણ યોજના છે. જેથી પરિસરમાં આગ લાગે તો ફાયર બ્રિગેડ સરળતાથી અહીં પહોંચી શકે. રામમંદિર પરિસરમાં ભક્તો માટે પાણીની વ્યવસ્થા અને શૌચાલય અને વહીવટી સુવિધાઓને લઈને પણ એક યોજના તૈયાર કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, રામલલાના દર્શન કરવા આવનાર ભક્તો થાકેલા હશે, તેમને આરામ કરવા માટે મકાનની સુવિધા પણ રાખવામાં આવી છે. રામ મંદિરના ગર્ભગૃહની સાથે ૭૦ એકર જમીનના વિકાસની પણ ચર્ચા થઈ રહી છે. 

ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું કે રામ મંદિર નિર્માણનું કામ પૂરજાેશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ૩૦ ટકા કામ પૂર્ણ થયું છે. ટેક્નિકલ કામ છે, તેથી વધુ ઉતાવળ કરી શકાય નહીં, હાલમાં પાયાની ઉપર ૨૧ ફૂટ ઉંચા પ્લીન્થનું કામ ચાલી રહ્યું છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે અયોધ્યામાં વેપારીઓનો વેપાર સતત વધવાનો છે. ૩૦ વર્ષમાં બિઝનેસ બમણો ચાર ગણો થયો છે, ભવિષ્યમાં તે દસ ગણો થવાનો છે. બેઠકમાં ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપરાંત ટાટા કન્સલ્ટન્સી અને એલએનટીના એન્જિનિયરો પણ હાજર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :મુંબઈગરાઓ માટે વધુ મોંઘી થઈ ચાની ચુસ્કી, આ એસોસિએશનએ ચા-કોફીના ભાવમાં કર્યો વધારો; જાણો એક કટિંગ ચા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version