બાપરે!!! ગુજરાતમાં ઓક્સિજનના ભાવમાં 300 ગણો વધારો. સરકારે લીધા આ પગલાઓ.. વાંચો વિગતવાર

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

12 સપ્ટેમ્બર 2020

હાલ દેશ દુનિયામાં મુસીબતનો કોરોના કાળ ચાલી રહ્યો છે. માં લોકો આફતને અવસરમાં બદલી રહ્યા છે. કોરોના વાયરસને કારણે ઘણી એવી વસ્તુ છે જેની માગમાં અચાનક ઉછાળો આવ્યો છે. આનો લાભ લઈને ઉત્પાદકો દર્દીઓને લૂંટી રહ્યા છે. આવી જ એક જીવન જરૂરી વસ્તુની માગમાં ઉછાળો આવ્યો છે, તે છે ઓક્સિજન. ઓક્સિજનની માગમાં ઉછાળો આવતા ઉત્પાદકોએ ભાવમાં 300 ટકાનો વધારો કરી દીધો છે. કોરોનાકાળ પહેલા ઓક્સિજન કિલો દીઠ 8.50 રૂપિયાએ મળતો હતો. જે હવે 33 રૂપિયે પ્રતિ કિલોએ વેચાઈ રહ્યો છે.

માંગ વધવાની સાથે સાથે પુરવઠામાં ઘટ આવી, જેને કારણે ભાવમાં વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાંથી રોજ ગુજરાતમાં 350 ટન ઓક્સિજનનો આવતો જથ્થો આવતો હતો તે બંધ થઈ ગયો છે. ગુજરાતમાં માંગની સામે પુરવઠો ઓછો થતાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. બીજી બાજુ કેટલાક લોકો સંગ્રહ કરતાં હોવાની વાત પણ સામે આવી છે. દર્દીઓને ઓક્સિજનની અછત ન પડે તે માટે ગુજરાત સરકારે ગુજરાતમાં ઓક્સિજન તૈયાર કરતાં તમામ ક્ષેત્રના ઉત્પાદકોના કુલ ઉત્પાદનમાંથી 350 ટન ઓક્સિજનનો જથ્થો સરકારી હોસ્પિટલો અને સારવાર કેન્દ્રો તથા કોવિડ સેન્ટરો માટે અનામત કરી દેવામાં આવ્યો હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

ગુજરાતમાં રોજનું 750 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે. બીજી બાજુ ગુજરાત સરકારે 50 ટકા ઓક્સિજનનો જથ્થો રિઝર્વ કર્યો હોવાને કારણે પણ ભાવમાં વધારો થયો હોવાની ચર્ચા છે. ઓક્સિજનના ઉત્પાદકો 50 ટકા જથ્થો અનામત ન રાખે તો તેમની સામે એપિડેમિક ડીસીઝ એક્ટ, ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એક્ટ, ઉપરાંત ઇન્ડિયન પીનલ કોડની જોગવાઈ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More