ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર
કોરોનાના અત્યાર સુધીના સૌથી વધારે સંક્રમણ ફેલાવી શકતા ઓમિક્રોન વેરિએન્ટના કેસ દેશમાં વધી રહ્યા છે.
તામિલનાડુમાં તો એક જ દિવસમાં ઓમિક્રોનના 33 કેસ સામે આવ્યા બાદ રાજ્ય સરકાર ચોંકી ઉઠી છે.
તામિલનાડનુ સ્વાસ્થ્ય મંત્રી એમ એ સુબ્રમણ્યમનુ કહેવુ છે કે, હવે રાજ્યમાં કુલ 34 કેસ ઓમિક્રોનના છે.આ પૈકીના 33 કેસ તો એક જ દિવસમાં સામે આવ્યા છે.
હાલમાં દેશમાં 17 રાજ્યોમાં ઓમિક્રોનનો ફેલાવો થઈ ચુકયો છે.જેમાં સૌથી વધારે 65 કેસ મહારાષ્ટ્રમાં છે
દિલ્હીમાં 57 અને તેલંગાણામાં ઓમિક્રોનના 38 કેસ સામે આવી ચુકયા છે.દેશમાં કુલ કેસનો આંકડો 250ને પાર પહોંચી ચુકયો છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ આજે સાંજે ઓમિક્રોનના કારણે સર્જાયેલા ત્રીજી લહેરના ખતરા વચ્ચે ઉચ્ચાધિકારીઓની એક બેઠક બોલાવી છે.