ઠાકરે સરકારની ચિતા વધી, રાજ્યમાં લોકોએ વળતર મેળવવા ખોટી અરજીઓ કરી, કોરોનાથી થયેલા મૃત્યુ કરતા વળતર માટે આટલા ટકા વધુ અરજીઓ આવી 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 જાન્યુઆરી 2022          

શનિવાર

મહારાષ્ટ્ર સરકારે કોરોના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય રકમ આપવાની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત બાદ લોકોએ અરજીઓ મોકલવાનું શરૂ કર્યું હતુ, પરંતુ હવે આ અરજીઓ સરકાર માટે મુશ્કેલી સાબિત થઈ રહી છે.

મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાથી થયેલા મૃત્યુ કરતા વળતર માટે સરકાર પાસે વધુ અરજીઓ આવી રહી છે. આ બાબતે એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ૫૦ હજારથી વધુ ખોટી અરજીઓ ફગાવી દેવામાં આવી છે. 

લો બોલો, પેસેન્જરે કરી એવી હરકત કે સેંકડો કિલોમીટરનું અંતર કાપીને ફલાઇટ અધવચ્ચેથી પાછી ફરી. જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર હાલમાં એક લાખ ૧૦ હજાર અરજીઓ મંજૂર કરવાની બાકી છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્ય સરકાર પાસે ૧૮ જાન્યુઆરી સુધીમાં ૨.૧૭ લાખ અરજીઓ આવી છે, જે રાજ્યમાં મૃત્યુના કેસ કરતાં ૩૪ ટકા વધુ છે. 

રાજ્યના રાહત અને પુનર્વસન વિભાગના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, જે અરજીઓ આવી છે તેમાંથી ૩૦ ટકા અરજીઓ ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યુ છે. અમને ૨.૧૭ લાખ અરજીઓ મળી છે, તેનો અર્થ એ નથી કે રાજ્યમાં કોરોનાને કારણે આટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલે કે લોકો વળતરની રકમ મેળવવા માટે ખોટી અરજીઓ મોકલી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧.૧૦ લાખ અરજીઓ સ્વીકારવામાં આવી છે. તેમાંથી ૧.૦૧ લાખ લોકોને વળતર મળી ચૂક્યું છે. અત્યાર સુધી મળેલી અરજીઓ અનુસાર લગભગ ૧.૫ લાખ અરજીઓ સાચી હોવાનું જાણવા મળે છે. 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More