Site icon

મહારાષ્ટ્રમાં  APMCની ચૂંટણીમાં ખેડૂતોને મતદાનના  હક  લઈને નવી સરકારે લીધો આ નિર્ણય-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Maharashtra CM) શિંદે(Eknath Shinde) અને નાયબ મુખ્ય પ્રધાન(Deputy CM) દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) APMCની ચૂંટણીમાં(APMC elections) ખેડૂતોને મતનો અધિકાર(Right to vote) આપવાનો નિર્ણય લીધો છે.  અગાઉ  2014-19માં ફડણવીસની સરકારે આ નિર્ણય લીધો હતો પરંતુ મહાવિકાસ આઘાડીની સરકારે(Mahavikas Aghadi Government) તેને પોતાના કાર્યકાળમાં રદ કરી નાખ્યો હતો. 

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં ભાજપનો(BJP) સાથ લઈને સરકાર બનાવનારા શિંદે ગ્રુપની સરકારની કેબિનેટે(Government Cabinet) મહાવિકાસ આઘાડી સરકારે લીધેલા ચાર નિર્ણયોને હવે રદબાદલ કર્યા છે, જેમાં એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી(APMC)ની ચૂંટણીમાં હવેથી ખેડૂતો પણ મતદાન કરી શકશે.

રાજ્યમાં APMCમાં  રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) અને કો-ઓપરેટીવ બોડીમાં(Co-operative body) કોંગ્રેસનું(Congress) પ્રભુત્વ તોડવા માટે શિંદે-ફડણવીસ સરકારે(Shinde-Fadnavis government) આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

નવી સરકારે વોટિંગનો અધિકાર ખેડૂતોને(farmers) પાછો કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ રાજ્યના 18 વર્ષથી ઉપરના ખેડૂત અને 0.25 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો તેમ જ છેલ્લા પાંચ વર્ષમાં APMCમાં ઓછામાં ઓછું ત્રણ વખત પોતાના ઉત્પાદન વેચ્યા હશે તેઓને મતાધિકારનો અધિકાર હશે.

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસના આ નેતાની માગણીને લઈને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે આપ્યું આશ્વાસન-જાણો શું કહ્યું તેમણે

એ સિવાય 1975થી 1977ની સાલમાં ઇમરજન્સી દરમિયાન જેલમાં ગયેલા પોલિટીકલ એક્ટિવિસ્ટોને પેન્શન(Pensions to political activists) આપવાનો નિર્ણય પણ ફરી અમલમાં લાવવામાં આવવાનો છે. આવા 3,600 એક્ટિવિસ્ટ છે, જેને ફાયદો થશે. 2018માં ફડણવીસ સરકાર આ યોજનાને લાવી હતી, જેને ઉદ્ધવની મહાવિકાસ આઘાડી સરકારે બંધ કરી નાખી હતી. એ સિવાય મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રેસીડન્ટ(Municipal Corporation president) તથા જિલ્લામાં સરપંચની પોસ્ટ(Sarpanch's post) માટે સીધી ચૂંટણી કરવાનો નિર્ણય પણ શિંદે સરકારે લીધો છે.
 

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version