News Continuous Bureau | Mumbai
Maratha quota protests: જાલના મરાઠા આંદોલકો પર પોલીસના લાઠીચાર્જ બાદ નિર્માણ થયેલી પરિસ્થિતિને લીધે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) પડી ભાગ્યું છે. આંદોલકો પર થયેલ લાઠીચાર્જ બાદ વિવિધ શહેરોમાં મરાઠા સમાજના લોકોએ આક્રમક બની પથ્થરમારો કરતા એસ.ટી.ની ઘણી બસોને નુકસાન પહોંચ્યું છે. હવે વધુ નુકસાન થતું અટકાવવા એસ.ટી. મહામંડળે ઘણા શહેરો વચ્ચે ચાલતી એસ.ટી.ની સેવા રદ્દ કરી દીધી છે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) ના 250 બસ ડેપોમાંથી ઓછામાં ઓછા 46 મરાઠા સમુદાય માટે આરક્ષણને લઈને ચાલી રહેલા વિરોધને કારણે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે અને કોર્પોરેશનને ગત દિવસોમાં 13.25 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એક અધિકારીએ આ જાણકારી આપી. એક પ્રવક્તાએ મીડિયાને જણાવ્યું કે વિરોધ પ્રદર્શનને કારણે અહેમદનગર, ઔરંગાબાદ, પરભણી, હિંગોલી, જાલના, નાંદેડ અને ધારાશિવ જિલ્લામાં બસ સંચાલનને ભારે અસર થઈ છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં વિરોધ પ્રદર્શન દરમિયાન 20 બસો સળગાવી દેવામાં આવી હતી અને 19ને નુકસાન થયું હતું.
આ સમાચાર પણ વાંચો : Shah Rukh Khan Tirupati: જવાન’ની રિલીઝ પહેલા શાહરૂખ ખાને દીકરી સુહાના સાથે તિરુપતિમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી, વીડિયો વાયરલ.. જુઓ વિડીયો..
અધિકારીએ શું કહ્યું?
તે જ સમયે, અધિકારીએ જણાવ્યું હતું કે બસોને નુકસાન થવાથી નિગમને રૂ. 5.25 કરોડનું નુકસાન થયું છે અને રાજ્યના વિવિધ ભાગોમાં વિરોધને કારણે ટિકિટના વેચાણમાં આઠ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. MSRTC એ 15,000 થી વધુ બસોના કાફલા સાથે દેશની સૌથી મોટી જાહેર પરિવહન સંસ્થાઓમાંની એક છે. તેમની સેવાઓ પર દરરોજ લગભગ 60 લાખ લોકો મુસાફરી કરે છે.
તલાટીની ભરતીની પરીક્ષા 14મી સપ્ટેમ્બર સુધી ચાલશે
ત્રીજા સત્રની આ તલાઠી ભરતી પરીક્ષા 14મી સપ્ટેમ્બર સુધી ચાલશે. જાલનામાં મરાઠા આરક્ષણ માટે મનોજ જરાંગે પાટીલનું અનશન પણ ચાલુ છે. બીજી તરફ, MNS પ્રમુખ રાજ ઠાકરે પણ ગઈ કાલે જાલના ગયા હતા અને જરંગે પાટિલને મળ્યા હતા, જેની તસવીર પણ ગઈ કાલે સામે આવી હતી. બીજેપી નેતા પંકજા મુંડેની શિવશક્તિ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ પ્રવાસ દ્વારા તે રાજ્યના લોકો સાથે વાત કરશે. વધુમાં, મહાવિકાસ આઘાડીએ પણ જાલના લાઠીચાર્જની ઘટનાનો વિરોધ કર્યો છે અને મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. જાલનામાં બનેલી ઘટનાને લઈને વિવિધ સ્થળોએ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.