ઉત્તરાખંડમાં વિદેશથી આવેલા ૪૯૦ લોકો ગુમ થતા તંત્ર સફાળુ જાગ્યું.  શોધખોળ શરૂ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021

શનિવાર. 

દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો છે અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં વિદેશથી આવેલા ૪૯૦ લોકોએ સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. કારણ કે આ લોકો ઉત્તરાખંડ રાજ્યમાં આવ્યા બાદ ગાયબ થઈ ગયા છે અને સ્થાનિક પોલીસ આ લોકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે વિદેશથી આવતા લોકો પણ ઓમિક્રોનથી સંક્રમિત થઈ શકે છે. આથી આ લોકોના ગાયબ થવાને કારણે સરકાર અને વહીવટીતંત્ર કામે લાગ્યું છે. એક તરફ ઉત્તરાખંડ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે અને દરરોજ મોટી જાહેર સભાઓ અને નેતાઓની રેલીઓ યોજાઈ રહી છે. આ રેલીઓમાં હજારો લોકો ભાગ લઈ રહ્યા છે. તેથી એક નાની ભૂલ, મોટી સમસ્યા ઊભી કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે મમતા દીદીને આપ્યો ઝટકો: પશ્ચિમ બંગાળ આયોગ પર લાગ્યો પ્રતિબંધ, રાજ્ય સરકારને ફટકારી નોટિસ

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, રાજ્યમાં વિદેશથી આવેલા ૪૯૦ લોકો ગુમ છે અને આશંકા છે કે, આમાંથી કોઈ પણ કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનથી પ્રભાવિત થઈ શકે છે. કારણ કે, દેશમાં કોરોનાનું એક નવું સ્વરૂપ ઝડપથી ફેલાઈ રહ્યું છે. સાથે જ પોલીસ ગુમ થયેલા લોકોને શોધખોળમાં લાગી છે. માહિતી અનુસાર, ૧ નવેમ્બરથી ૧૫ ડિસેમ્બર સુધી, વિદેશથી લગભગ ૧૯૦૦ લોકો રાજ્યના દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા અને તેઓએ એરપોર્ટ પર ઉત્તરાખંડ આવવાની માહિતી આપી. પરંતુ તેમાંથી ૪૯૦ લોકોનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. કારણ કે આ લોકોએ એરપોર્ટ પર જે મોબાઈલ નંબર આપ્યા છે. તે ખોટો છે. જેથી વહીવટીતંત્રની મુશ્કેલીઓ વધી છે. મળતી માહિતી મુજબ મોટાભાગના લોકો અમેરિકાથી આવ્યા છે અને આ લોકોનો સંપર્ક થઈ શક્યો નથી. રાજ્યના આરોગ્ય મહાનિર્દેશક ડૉ. તૃપ્તિ બહુગુણાના જણાવ્યા અનુસાર, આ લોકોએ એરપોર્ટ પર ફોર્મમાં ખોટી વિગતો ભરી હતી અને તેમના આપેલા સરનામા અને મોબાઈલ નંબર દ્વારા તેમને શોધવાના પ્રયાસો ચાલુ છે. જાેકે એ પણ સ્પષ્ટ નથી કે, તે ઉત્તરાખંડ આવ્યો છે કે નહીં. પરંતુ રાજ્ય પોલીસ દ્વારા પ્રાથમિકતાના આધારે તેમની શોધ કરવામાં આવી રહી છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment