News Continuous Bureau | Mumbai
ગુજરાત માં આગના બનાવો ઉત્તોરત્તર વધી રહ્યા છે. ત્યારે ભરુચના દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીના પ્લાન્ટમાં મોડી રાતે બ્લાસ્ટ થયો હતો.
આ પ્લાન્ટમાં કેમિકલ રિએક્શનથી વિસ્ફોટ થતા છ કામદારોના મોત નીપજ્યા છે.
જોકે એક કામદારનો હજી સુધી કોઇ પત્તો મળ્યો નથી. હાલ શોધખોળ ચાલુ છે.
કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આ વિકરાળ આગ લાગી હતી. હાલ ફાયર વિભાગે કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે.
ઘટનાને પગલે હેલ્થ વિભાગ તેમજ કંપનીમાં ફાયર સેફ્ટીને લઇને પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : રામનવમી પ્રસંગે અનેક રાજ્યોમાં પથ્થરમારો અને આગચંપી. ગુજરાતમાં આ જગ્યાએ કરફ્યૂ લદાયો.
