ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
25 જુલાઈ 2020
છત્તીસગઢમાં ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીને કારણે તખાતપુરમાં 50 ગાયોના મોતથી ખળભળાટ મચી ગયો છે. ઘટના મેદપર બજાર ગામની છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંની જૂની ગ્રામ પંચાયત ભવનમાં એક જ રૂમમાં 100 જેટલી ગાયોને સાથે રાખવામાં આવી હતી. બિલ્ડિંગમાં આટલી બધી ગાયોને સાથે રાખવાના કારણે 50 ગાયો ગૂંગળામણને કારણે મૃત્યુ પામી હોવાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયોને ખાવા-પીવા માટે તેમજ પૂરતી હવાની અવરજવર પણ નહોતી. જેના કારણે એક સાથે આટલી મોટી સંખ્યામાં ગાયોના મોતની ઘટના નોંધાઇ છે.
જોકે આ ઘટનાથી વહીવટી તંત્રમાં હલચલ મચી ગઈ છે. હવે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જે રાજ્યમાં ગાયો માટે સરકારે ખાસ અન્ન યોજના ચલાવી એ છત્તીસગઢમાં પશુઓની આ હાલત છે. રાજ્યના ભુપેશ બઘેલ પ્રધાનમંડળે પ્રતિ કિલોના 2 રૂપિયાના દરે ગોબર-છાણ ખરીદવાની મંજૂરી આપી હતી. જેથી વધુને વધુ લોકો પશુપાલન દ્વારા સ્વરોજગાર તરફ વળી શકે પરંતુ…. અહીં તો સરકાર ના કર્મચારીઓની લાપરવાહી એ એક સાથે 50 નિર્દોષ ગાયોના જીવ લીધાં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com