News Continuous Bureau | Mumbai
Pune: પુણેના પિંપરી ચિંચવાડ પોલીસે એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. જે પાંચસો રૂપિયાની નકલી ચલણ ( Fake currency ) છાપતી હતી અને તે નોટોને બજારમાં વેચી દેતી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ ટોળકી પાસે તેનું પોતાનું પ્રિન્ટિંગ મશીન પણ હતું. પ્રાપ્ત માહિતી મુજબ, મશીન પર જ્યારે પ્રિન્ટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે દેહુર રોડ પોલીસે છ આરોપીઓની રંગે હાથે ધરપકડ કરી હતી. તેમની પાસેથી વેચાણ માટે તૈયાર 440, પ્રિન્ટેડ 4784 અને 1000 કરન્સી પેપર જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે ઓનલાઈન વેબસાઈટના દ્વારા કરન્સી પેપર ( Currency paper ) સીધા ચીનથી ખરીદવામાં આવ્યા હતા. પોલીસે ( Pimpri Chinchwad Police ) આ કરન્સી પ્રિન્ટીંગ મશીન પણ જપ્ત કર્યું છે.
હવે ઘણા લોકો માટે માનવું મુશ્કેલ હશે કે તેમના હાથમાં રહેલી 500ની નોટ ( 500 notes ) સાચી હશે. કારણ કે આ ભામઠાઓએ આ જ 500 બોગસ નોટો બનાવી હતી. પુણેના અપ્પા બળવંત ચોકમાં ઘણી જગ્યાએ છાપકામનું કામ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બદમાશોએ આ વિસ્તારમાંથી પ્રિન્ટિંગ મશીન ( Printing Machine ) ખરીદ્યું હતું અને તેઓ આ મશીન દ્વારા 500ની નકલી ચલણી નોટો છાપતા હતા.
કટિંગ માટે તૈયાર 4484 નોટો પણ પોલીસે જપ્ત કરી છે…
પુણેમાં ઝડપાયેલી ટોળકીએ આ નકલી નોટો ઓનલાઈન બનાવવા માટે જરૂરી કરન્સી પેપર સીધા જ ચીનમાંથી ખરીદ્યા હતા. આ પેપર એક ઓનલાઈન વેબસાઈટના આધારે ખરીદવામાં આવ્યું હતું. દેહુ રોડ પોલીસને બાતમી મળી હતી કે એક આરોપી નકલી નોટો વેચવા માટે મુકાઈ ચોકમાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે છટકું ગોઠવ્યું અને તેને રંગે હાથ પકડયો હતો. તે પછી, પોલીસને વધુમાં તપાસ કરતા તેમને ખબર પડી હતી કે, આ નકલી નોટો પિંપરી ચિંચવડ વિસ્તારમાં છાપવામાં આવી રહી છે. ત્યારબાદ પોલીસે આ વિસ્તારમાં દરોડા પાડીને છ લોકોને રંગે હાથે પકડી લીધા હતા અને તેમની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસને ઘટનાસ્થળેથી 440, 500ની નોટ મળી આવી હતી. તેની સાથે કટિંગ માટે તૈયાર 4484 નોટો પણ પોલીસે જપ્ત કરી છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi MP Visit: PM મોદી આ તારીખના ‘વિકસિત ભારત વિકસિત મધ્યપ્રદેશ’ કાર્યક્રમને સંબોધિત કરશે, વિવિધ વિકાસ પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ
આ બધું જોઈને દેહુ પોલીસ ચોંકી ગઈ હતી. તેઓએ તમામ વસ્તુઓ કબજે કરી છ લોકોની ધરપકડ કરી હતી. આ છ લોકોને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પરંતુ આ નોટો ક્યારથી છાપવામાં આવી હતી અને ક્યાંથી સપ્લાય કરવામાં આવી હતી? તે મામલે પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે.