ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 10 એપ્રિલ 2021
શનિવાર
ઉત્તરાખંડમાં આશરે ૫૧ જેટલા મંદિરો નું સંચાલન હવે સરકાર ના હાથમાંથી મહંતોના હાથમાં ચાલી જશે. વાત એમ છે કે મોજુદા મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવત ના નિર્ણયને પલટી નાખ્યો છે.
ભૂતકાળની સરકારે નિર્ણય કર્યો હતો કે મહત્વપૂર્ણ મંદિરો સરકારી હસ્તક રહેશે. તેમજ પ્રશાસનિક અધિકારીઓને મંદિરમાં કાર્યભાર સોંપવામાં આવ્યા હતા. સરકારની વિરુદ્ધમાં પંડિતો એ આંદોલન કર્યું હતું. હવે મુખ્યમંત્રી બદલાઈ જતા નવા મુખ્યમંત્રીએ જુના મુખ્ય મંત્રીના નિર્ણય ફેરવી નાખ્યો છે. ઉત્તરાખંડમાં તેવું લાગી રહ્યું છે જાણે કે એક પાર્ટીની સત્તા હવે બીજા પાર્ટીના હાથમાં ગઈ હોય.
કોરોના નો બીજો હુમલો પહેલા કરતા ખતરનાક નીવડ્યો. સૌથી વધુ દર્દીઓ નોંધાયા. જાણો તાજા આંકડા