Site icon

ભાવનગરમાં ૫૦ વર્ષ વટાવી ચૂકેલા ૫૧ દંપતી ફરી વખત પ્રભુતામાં પગલા પાડશે

લગ્નના જીવન ૫૦ વર્ષ સફ્ળતા પૂર્વક પૂર્ણ કર્યા છે. તો આ જૂની પેઢી પાસેથી નવી પેઢી કઈક શીખે અને લગ્ન જીવન ભંગાણ થતું અટકાવે અને પિરવારમાં ખુશીનો ફરી માહોલ આવે તેવા આશયથી આ અનોખું આયોજન કરાયું છે.

51 couples who have crossed 50 years will remarry in Bhavnagar

ભાવનગરમાં ૫૦ વર્ષ વટાવી ચૂકેલા ૫૧ દંપતી ફરી વખત પ્રભુતામાં પગલા પાડશે

News Continuous Bureau | Mumbai

ભાવનગરમાં ૫૦ વર્ષ વટાવી ચૂકેલા ૫૧ દંપતી ફરી વખત પ્રભુતામાં પગલા પાડશે. ભાવનગરમાં ૫૧ દંપતી કે જેમના લગ્નના ૫૦ વર્ષ પૂર્ણ થયા છે તેમના ફરીથી પ્રતિક લગ્નનુ તારીખ ૨૫/૧૨/૨૦૨૨ ના રોજ આયોજન કરાયુ છે. જે રાજ્યમાં નહીં પણ રાષ્ટ્રભરમાં પ્રથમ હોવાનું મનાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ૩૦ દંપતી રજીસ્ટ્રેશન કરાવી ચૂકયુ છે, તો ૫૧ દંપતિ જોડાય તેવો લક્ષ્યાંક છે. પુરુષાર્થ ફાઉન્ડેશન દ્વારા પશુથના લાભાર્થે નવતર પ્રયોગ કરાયો છે, પાંચ દાયકાના સાંસારિક જીવન બાદ ફરી લગ્ન સમારોહમાં જોડાઈને યાદગાર ક્ષણ બનાવશે.

Join Our WhatsApp Community

શહેરના અખિલેશ સર્કલ પાસે, કોમ્યુનીટી હોલ અને ગ્રાઉન્ડમાં આ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. લગ્નના યાદગાર દિવસોને ફરી વખત યાદ કરી મંડપમાં હસ્ત મેળાપ, ફેરા, અને વરઘોડો તથા સફલતાપૂર્વક ચાલી રહ્યું છે બનાસ ફરીથી લગ્ન જેવો માહોલ બનાવી તેમના લગ્નને રીન્યુ કરી અને તેમના પરિવારની સાથે અનોખા પ્રસંગનું ઉજવણું કરવામાં આવશે. તમામ ૫૦ દંપતીને શેરવાની, સુટ અને સાફ સંસ્થા દ્વારા પહેરવવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો: Banking News : શું તમારું ‘આ’ સરકારી બેંકમાં ખાતું છે? પોતાના ગ્રાહકો માટે બેંકે નિયમો હળવા કર્યા.

આ એક એવા લગ્ન હશે કે જેમાં સૌ પ્રથમ વાર કન્યાઓને કરિયાવર આપવામાં નહિ આવે અને કન્યા દાન પણ કોણ કરશે તે પણ એક પ્રશ્ન લોકોમાં ચર્ચાશે. દિવ્યાંગ અને નિરાધાર કપલને પ્રાથમિકતા આપવામાં આવશે. હાલમાં સમાજમાં છુટાછેડાના કેસો વધી રહ્યા છે આજની યુવા પેઢી લગ્ન કે વેવિશાળ તમામ પ્રકારની તપાસ કર્યા પછી કરે છે તોય જાજું લગ્ન જીવન ટકતું નથી, જયારે બીજી તરફ આ એક એવી પેઢી છે જેમને પોતાને એકબીજાને જોયા વિના લગ્ન કર્યા છે અને આજે તેમના લગ્નના જીવન ૫૦ વર્ષ સફ્ળતા પૂર્વક પૂર્ણ કર્યા છે. તો આ જૂની પેઢી પાસેથી નવી પેઢી કઈક શીખે અને લગ્ન જીવન ભંગાણ થતું અટકાવે અને પરિવારમાં ખુશીનો ફરી માહોલ આવે તેવા આશયથી આ અનોખું આયોજન કરાયું છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version