ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 મે 2020
આખા દેશમાં રોજેરોજ કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેમાં સૌથી વધુ સંખ્યા મહારાષ્ટ્રમાં જોવા મળે છે. મળતી માહિતી મુજબ કુલ 1809 જેટલા પોલીસ જવાનો કોરોના વાયરસ થઈ ચૂક્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં જ 51 જેટલા પોલીસ કર્મી કોરોના પોઝિટીવ નોંધાતા વિભાગમાં ચિંતા ફેલાઇ ગઇ છે કારણ કે પોલીસ જવાનોનું કામ હંમેશા ભીડભાડવાળા વિસ્તારોમાં અને લોકોની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું હોય છે. આથી આગામી દિવસોમાં વધુ પોલીસ કર્મીઓના પોઝિટિવ કેસો નોંધાવાની શક્યતા વધી રહી છે.
ઉપરોક્ત 1809 માંથી કુલ 194 ઉચ્ચ અધિકારીઓ હતા ત્યારે 1615 પોલીસ કર્મચારીઓ કોરોનાવાયરસ હતા. અત્યાર સુધી કુલ 18 પોલીસ કર્મીઓના મોત થઇ ચૂક્યા છે, જ્યારે રાહતની વાત એ છે કે 678 થી વધુ પોલીસ જવાનો કોરોનાને માત આપી સહી સલામત ઘરે ફર્યા છે..
