190
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
મ્યાનમાર-ભારત બોર્ડરના વિસ્તારોમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જાણકારી મુજબ, બાંગ્લાદેશના ચટગાંવથી લગભગ 175 કિમી પૂર્વમાં 6.3ની તીવ્રતા સાથે ધરતી ધ્રૂજી હતી.
આંચકાનો અનુભવ ભારતમાં પશ્ચિમ બંગાળ (કોલકાતા), ત્રિપુરા અને આસામ (ગુવાહાટી) રાજ્યોમાં પણ થયો હતો.
આ ઉપરાંત શુક્રવારે જ ભારતના ઉત્તર પૂર્વ રાજ્ય મિઝોરમમાં પણ ભૂકંપ આવ્યો હતો.
ભૂકંપના આંચકાના કારણે લોકોમાં દહેશત ફેલાઈ અને ઘરમાંથી બહાર નીકળી ગયા.
જોકે સદનસીબે અત્યાર સુધી આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.
સમુદ્રમાં વધશે ભારતીય નેવીની તાકાત, કાફલામાં સામેલ થઈ આ ઘાતક સબમરીન; જાણો વિગતે
You Might Be Interested In