ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ડિસેમ્બર 2021
ગુરુવાર.
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળોએ સુરક્ષાદળોએ જૈશ એ મહોમ્મદના 6 આતંકીઓને ઢાળી દીધા છે.
આ પૈકીના બે પાકિસ્તાની અને 2 સ્થાનિક આતંકીઓ હતા. જોકે બાકીના બેની ઓળખ કરવાની બાકી છે.
દરમિયાન કાશ્મીરના કુલગામમાં પણ સુરક્ષાદળોએ એક આતંકીને ઢાળી દીધો છે.તેની પાસેથી એક એકે 47 અને એક સબ મશિનગન મળી આવી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગત શનિવારે અનંતનાગમાં પણ એક આંતકીને ઢાળી દેવામાં આવ્યો હતો.
મુંબઈમાં હોસ્પિટલ અને જંબો કેર સેન્ટરમાં જગ્યા ઓછી પડવાના ડરે BMC એ લીધો આ નિર્ણય; જાણો વિગત
