રખડતા કૂતરાઓનો આતંક.. 6 વર્ષના માસુમ બાળક પર કર્યો હુમલો, માંડ બચ્યો જીવ.. જુઓ વિડીયો

by Dr. Mayur Parikh
6-year-old boy attacked by dogs in Nagpur, horrifying VIDEO surfaces

News Continuous Bureau | Mumbai

રખડતા કૂતરાઓના લોકો પર હુમલાની અનેક ઘટનાઓના વીડિયો સામે આવી રહ્યા છે. આ હુમલા ઘણીવાર જીવલેણ સાબિત થયા છે. દરમિયાન ફરી એક વખત નાગપુરમાં રખડતા કૂતરાના હુમલાનો વીડિયો હવે સામે આવ્યો છે. જેમાં ત્રણ વર્ષના બાળક પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. વાયરલ થયેલા વીડિયો મુજબ બાળક એકલો જઇ રહ્યો હતો ત્યારે તેની સાથે આ ઘટના બની હતી.
આ વીડિયોમાં એક નાના બાળકને શેરીમાં ચાલતું જોઈ શકાય છે. આ દરમિયાન રસ્તામાં છ રખડતા કૂતરાઓએ અચાનક તેના પર હુમલો કર્યો. નાના બાળક પર એક પછી એક કૂતરાઓએ હુમલો કર્યો. ત્યારે નાના બાળકના રડવાનો અવાજ સાંભળીને એક મહિલા ત્યાં દોડી આવી અને કૂતરાઓના ચુંગાલમાંથી તેને છોડાવ્યો. જો આ મહિલા સમયસર ત્યાં ન પહોંચી હોત તો આગળ શું થાત તે વિચારી શકાય તેમ નથી.

આ સમાચાર પણ વાંચો:   પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ કરનારની ધરપકડ, જાણો કોણ છે ‘તે’

કૂતરાના હુમલામાં જાનહાનિ

થોડા દિવસો પહેલા હૈદરાબાદમાં એક ચાર વર્ષના બાળક પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક બાળકનું કરુણ મોત થયું હતું. લખનઉમાં એક વૃદ્ધ મહિલા પર કૂતરાએ હુમલો કર્યો હતો. જેમાં મહિલાનું મોત થયું હતું. આવી જ એક ઘટના ગાઝિયાબાદથી સામે આવી છે, જ્યાં કૂતરાએ બાળક પર હુમલો કર્યો.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More