Site icon

ચોંકાવનાર સમાચાર : અમદાવાદમાં 6 વર્ષના બાળકનું કારની અંદર ગૂંગળામણથી મોત.. વાંચો વધુ વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

07 સપ્ટેમ્બર 2020

માતાપિતા માટે આંખ ખોલનારો એક કિસ્સો બન્યો છે. ઘણીવાર જોવા મળ્યું છે કે બાળકો ને કારમાં બેસાડીને અથવા તો કારણે લોક કર્યા વગર વાલીઓ કારમાંથી બહાર નીકળી જાય છે.. અમદાવાદમાં રવિવારે રસ્તાની બાજુમાં પાર્ક કરેલી કારની અંદર ફસાઇ જતાં 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. એરપોર્ટ નજીક બનેલી આ ઘટના અંગે અધિકારીએ જણાવ્યું હતું કે બાળકની માતા ઘરેલું કામ કરે છે. જ્યારે આ બને રસ્તાની બાજુમાંથી જઈ રહ્યા હતાં ત્યારે બાળક  કુતૂહલવશ કારમાં ઘૂસી ગયો હતો. આ દરમિયાન બાળકે રમતાં રમતાં કારને અંદરથી લોક કરી દીધું હતું, અને લાંબો સમય કારમાં બંધ રહેવાથી ગૂંગળામણ થી મોત થયું હતું.. લગભગ બપોરે 1 વાગ્યાની આસપાસ તેનો મૃતદેહ કારમાંથી મળી આવ્યો હતો. 

આ અંગે પોલીસે જણાવ્યું હતુ કે, જ્યારે બાળક કારની અંદર જતો રહ્યો હતો ત્યારે તેની માતા એમ વિચારીને આગળ જઇ રહી હતી કે તેનો દીકરો પાછળ આવી રહ્યો છે. પરંતુ થોડે આગળ જઈ માતાને બાળક ક્યાંય ન મળતાં માતા ઘરે જોવા આવી હતી કે બાળક પરત ઘરે આવ્યો હોય. આ દરમિયાન કેટલાક લોકોની નજર કાર પર પડી અને તેઓએ બપોરે 1 વાગ્યાની આસપાસ પોલીસને આ અંગે  માહિતી આપી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકની લાશને કારમાંથી બહાર કાઢી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો અને આકસ્મિક મોતનો કેસ નોંધ્યો છે.

Indian Railways: મંત્રીમંડળે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા ચાર મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 894 કિલોમીટરનો વધારો થશે
Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ; નવા કીર્તિમાન રચતા નિરંતર પ્રગતિ પર
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન, સંપૂર્ણ વિગતો
Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના
Exit mobile version