ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
27 જુલાઈ 2020
ભારત અને વિશ્વમાં જેમ જેમ કોરોના નો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ તેની રસી બનાવવાની સ્પર્ધા પણ તીવ્ર બની છે. એવા સમયે એક પારસીએ કોરોનાની રસી બનાવતા બીજા પારસી ઉદ્યોગપતિ ને ટ્વીટ કરી કહ્યું કે "લુપ્ત થતાં આપણા સમુદાય માટે કોરોનાની રસી અનામત રાખશો." વાત જાણે એમ છે કે ઉધોગપતિના પુત્ર એ એક ટ્વિટ કરી જણાવ્યું હતું કે "તેઓ પારસી સમુદાય માટે કોવિડ19 ની રસીની 60,000 શીશીઓ અલગ રાખશે" વધુમાં કહ્યું હતું કે "ભારતમાં જેટલા પારસીઓ છે એ તમામને આવરી લેવા માટે અમારું એક દિવસ નું ઉત્પાદન પૂરતું છે"
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બોમ્બે પારસી પંચાયતના અધ્યક્ષ એ પણ પૂનાની રસી બનાવતી કંપનીને એક પત્ર લખ્યો હતો કે "કોરોના ની રસી બનાવવામાં તમે સૌથી આગળ છો તો પારસી સમુદાય માટે કેટલોક જથ્થો અનામત રાખશો. પારસીઓની વસતી માત્ર 60 હજાર છે તેમાંથી પણ 40 જેટલા પારસીઓ હાલમાં કોરોના થી મૃત્યુ પામ્યા છે."
અહીં એ જાણવું જરૂરી છે કે 'ઓક્સફર્ડ યુનિવર્સિટી' સાથે મળીને હાલ આ પારસી ઉદ્યોગપતિ કોરોનાની રસી બનાવવાની રેસમાં સૌથી આગળ ચાલી રહયાં છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com