ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ઓગસ્ટ 2020
મહારાષ્ટ્રમાં સંકટ સમયે પોતાની ફરજ પરથી ગાયબ રહેનાર 600 મેડિકલ સ્ટાફનું લાયસન્સ ગમે ત્યારે સ્થગિત થઈ શકે છે. એનસીપીના સ્થાનિક નેતાની આગેવાની હેઠળના રાજ્યનું આરોગ્ય વિભાગ, મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલને ભલામણ કરશે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, રોગચાળાના રોગ અધિનિયમ અને મહારાષ્ટ્ર સેવા નિયમોની જોગવાઈઓ મુજબ 600 “ફરાર” મેડિકલ અધિકારીઓના લાઈસન્સ રદ્દ કરવા જોઈએ.
સામાન્ય જનતાની અપીલ બાદ જાહેર આરોગ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરીએ તમામનર જાહેર નોટિસ ફટકારી છે જેમાં કહ્યું છે કે, 'ફરાર' મેડિકલ અધિકારીઓએ તેમના સંબંધિત વિસ્તારોમાં, નાયબ નિયામકને 15 દિવસની અંદર રિપોર્ટ કરવો જ પડશે. જો આમ કરવામાં નિષ્ફળ જશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, રોગચાળાના રોગ અધિનિયમ અને આવા અન્ય કાયદાની જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ઉચ્ચ આરોગ્ય અધિકારી ના જણાવ્યા મુજબ “અમે મહામારી જેવી ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. રાજ્યમાં તબીબી કર્મચારીઓની ખૂબ તંગી છે. અને એવા સમયે અમને જાણવા મળ્યું છે કે અમારાં ઘણા તબીબી અધિકારીઓ લાંબા સમયથી ફરાર છે. તેમાંથી ઘણા અભ્યાસની રજા લઈને ગયાં હતાં, પરંતુ અભ્યાસ પૂરો કર્યા પછી પણ પાછા ફર્યા નહીં.”
નોંધનીય સીઝએ કે , ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ, જો નિયુક્તિની અવધિ દરમ્યાન ફરજ પર ગેરહાજર રહે અથવા તો જાણ ન કરે તો ભૂલ કરનારા અધિકારીઓની ધરપકડ કરવાની જોગવાઈ પણ છે. મહારાષ્ટ્રમાં 9,500 તબીબી અધિકારીઓની કોરોનાને લઈ ડ્યૂટી આપવામાં આવી છે, જ્યારે 1,400 જગ્યાઓ ખાલી પડી છે, તેમાંથી પણ 600 તબીબી અધિકારીઓ ફરાર છે. ડૉક્ટરોની આવી બેદરકારીને કારણે સામાન્ય દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.. આથી હોવી સરકાર આવા ડૉક્ટરો પર કડક પગલાં લેવાનું મન બનાવી ચુકી છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com