ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
પશ્ચિમ બંગાળમાં અત્યારે જે પ્રકારની હિંસા ચાલી રહી છે તેને કારણે ભાજપના અનેક ધારાસભ્યોના માથે મૃત્યુ નાચી રહ્યું છે. આ સમગ્ર વિષય સંદર્ભે કેન્દ્રીય ગૃહ મંત્રાલય વિસ્તૃત સમીક્ષા કર્યા બાદ નિર્ણય કર્યો છે કે પશ્ચિમ બંગાળના 61 ધારાસભ્યોને એક્સ કેટેગરીની સુરક્ષા આપવામાં આવશે.
બહેનો, હવે નેઇલ પોલીશ નહીં લગાડતા. ઓક્સિમિટર ચકરાવે ચઢે છે.
એટલે કે આ ધારાસભ્યોને સીઆઇએસએફ નું સુરક્ષાકવચ મળશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ 75 બેઠકો જીતી ચૂક્યું છે. પરંતુ વાત એમ છે કે અનેક વિસ્તારમાં ટોળા હુમલો કરવા તૂટી પડે છે અને ગમે તે વ્યક્તિને મોતને ઘાટ ઉતારે છે. આ પરિસ્થિતિમાં પોતાના ધારાસભ્યોને સુરક્ષિત રાખવા ભાજપે ધારાસભ્યો માટે સુરક્ષાકવચ લીધું છે.