ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો.
મુંબઈ
07 ઓગસ્ટ 2020
મુંબઈમાં પાછલાં 72 કલાકમાં, શહેરમાં 612 વૃક્ષો પડી જવાની ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી 379 અથવા 61 % ઘટના શહેરમાં નોંધાયી છે. બીએમસી અધિકારીઓએ જણાવ્યું હતું કે "ત્રણ દિવસ સુધી દરરોજ 200 જેટલા વૃક્ષો પડી જવાની ઘટનાઓ "અભૂતપૂર્વ" છે. ભૂતકાળમાં, ભારે પવનને કારણે એક દિવસમાં વધુમાં વધુ 100 વૃક્ષો પડ્યા હતા." બુધવારે સૌથી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. જ્યારે પવનની ગતિ 70 કિમી પ્રતિ કલાકથી 106 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી. સૌથી વધુ નુકસાન 'A વોર્ડ' ના 11.4 – ચોરસ કિ.મી. વિસ્તારમાં થયું છે. જેમાં કોલાબા, કફ પરેડ, મરીન ડ્રાઇવ અને સી.એસ.ટી શામેલ છે. બુધવારે શહેરમાં કુલ 219 વૃક્ષો પડ્યા હતા, જેમાં 57 અથવા તો 26 % એકલા A વોર્ડમાં હતા. એ વોર્ડમાં વૃક્ષો ધરાશાયી થવાથી 35 થી વધુ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. માલાબાર હિલ અને વાલકેશ્વર પર સૌથી વધુ અસર થઈ હતી.
સાત ટાપુઓના બનેલાં આ શહેરમાં મંગળવાર થી રેકોર્ડ વરસાદ પડ્યો હતો. કોલાબાથી મહીમ અને સાયન સુધીના વિસ્તારોમાં 65 જેટલા વૃક્ષોના પતનની ઘટનાઓ નોંધાઈ હતી. પશ્ચિમ ઉપનગરોમાં 90 અને પૂર્વમાં 32 થી વધુ બનાવો નોંધાયા છે. બુધવારે 219 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં 146 ટાઉનમાં, 36 પશ્ચિમ પરામાં અને 39 પૂર્વમાં હતી. ગુરુવારે 215 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં 168 ટાઉનમાં, 31 પશ્ચિમ પરામાં અને 16 પૂર્વમાં હતી.
આટલી મોટી સંખ્યામાં ઝાડ પડી જવાની ઘટના અંગે નિષ્ણાતો BMC સાથે અસંમત છે અને કહે છે કે "BMC ની ઝાડને કાપવાની રીત બિન-વૈજ્ઞાનિક છે" વૃક્ષ કાર્યકરએ જણાવ્યું હતું કે, “ભારે પવન દરમિયાન નબળા મુળ વાળા ઝાડ ધરાશાયી થયાં છે. શહેરમાં, બીએમસી દ્વારા કરવામાં આવતી આનુષંગિક બાબતો ખોટી છે, વૃક્ષો ની કટાઈ છટાઈ ટોચથી થરુ કરવાની જગ્યાએ, તેઓ તળિયેથી વૃક્ષો ને કાપવાનું શરૂ સરે છે. વળી, પાકા રસ્તા બની જવાને કારણે ઝાડના મૂળને વિસ્તરણ માટે યોગ્ય જગ્યા મળતી નથી." પરિણામે વર્ષો જુનાં ઝાડ ધરાશાયી થયાં છે..