ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 ઓગસ્ટ 2020
મુંબઈમાં કોરોના નિયંત્રણ માટે પાલિકાએ 403 ‘કોરોના કેર સેન્ટરો’ ચાલુ કર્યા હતાં.. જેમાં કુલ 73,000 પથારીમાંથી 67,574 પથારી ખાલી છે. પરિણામે, ઘણા સ્થળોના કોરોના આરોગ્ય કેન્દ્રો, જેવા કે હોટલ, શાળાઓ, મોટી ઇમારતોમાં હતાં તે તબક્કાવાર બંધ થઈ રહ્યા છે. જો કે, બીકેસી, ગોરેગાંવ નેસ્કો, એનએસસીઆઈ વરલી, મહાલક્ષ્મી, દહિસર, મુલુંડ ખાતેના જમ્બો કોરોના આરોગ્ય કેન્દ્રો ચાલુ રહેશે. એવી માહિતી એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ આપી હતી.
લગભગ 98,000 દર્દીઓ 10 મી ઓગસ્ટ સુધીમાં કોરોનાથી મુક્ત થઈ ઘરે પરત ફર્યા છે. ફક્ત 19,190 સક્રિય દર્દીઓ બાકી છે. આમાં 80 ટકાથી વધુ દર્દીઓની સ્થિતિમાં સારો સુધારો છે. મુંબઇમાં ઇલાજ દર 78 ટકા જેટલો વધી ગયો હોવાથી પાલિકા દ્વારા પૂરા પાડવામાં આવેલા કોરોના કેર સેન્ટર મોટા પ્રમાણમાં ખાલી છે. આથી જ વધારાના આરોગ્ય કેન્દ્રો બંધ રહેશે અને પ્રત્યેક વોર્ડમાં બે થી ચાર કેન્દ્રો જાળવવામાં આવશે.
એડિશનલ કમિશનર કાકાનીએ એમ પણ કહ્યું હતું કે દર્દીઓની સંખ્યામાં વધારો થાય તો તાત્કાલિક બંધ આરોગ્ય કેન્દ્રો ફરીથી ખોલવાની વ્યવસ્થા કરવામાં આવી જ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સ્થળની ઓક્સિજન, વેન્ટિલેટર, ડોકટરો-નર્સો, મેડીકલ સ્ટાફની સુવિધાઓ 24×7 ઉપલબ્ધ રહેશે. દરમિયાન, 10 ઓગસ્ટ સુધીમાં મુંબઈમાં કોરોના ના દર્દીઓની સંખ્યા વધીને કુલ 1,24,322 પર પહોંચી ગઈ છે, જેમાં આજ દિન સુધી 6,842 લોકોનાં મોત નીપજ્યાં છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com