Site icon

છત્તીસગઢમાં બે સપ્તાહની અંદર છઠ્ઠા હાથીનું મોત, જ્યારે તાડોબા અભ્યારણમાંથી વાઘનો શિકાર કરનાર ત્રણ શિકારી ઝડપાયા

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

18 જુન 2020

છત્તીસગઢમાં હાથીઓના મોતની પ્રક્રિયા થોભવાનું નામ નથી લઈ રહી. શું કારણ છે કે છેલ્લા બે અઠવાડિયામાં 6 હાથીઓએ દમ તોડી દીધા છે!?  કોરોના સંકટની વચ્ચે, હાથીઓના સતત મૃત્યુથી અનેક સવાલો ઉભા થયા છે અને વન વિભાગમાં પણ હલચલ મચી ગઈ છે.

ડીએફઓના કહેવા મુજબ, મૃતક હાથીનું નામ ગણેશ હતું, જેને કોલર આઈડી લગાવવામાં આવી હતી, પરંતુ રેડિયો કોલર આઇડી થોડા મહિના પહેલા તેના ગળામાંથી પડી ગયો હતો. વનવિભાગ દ્વારા ગણેશને ફરીથી જીવંત કરવાના તમામ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, પરંતુ ગણેશ ઉભો થઇ શક્યો ન હતો.. તેમણે કહ્યું કે ગણેશની ઓળખ તેના ગળાથી થઈ છે. જ્યાં કોલર આઈડી લગાવવામાં આવ્યું હતું. જે જગ્યાએ ગણેશ હાથી મૃત મળી આવ્યો ત્યાં સ્થળ પર ખાધેલા ફ્રુટ મળી આવ્યા છે, જેને ગણેશે ખાધા હતા. પરંતુ તેના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. જેના કારણે તેની મોતનું કારણ સ્પષ્ટ નથી.

 જ્યારે બીજીબાજુ ગઈ ૧૦મી જૂને મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા વાઘ સંરક્ષણ one stop આમાંથી એક તળાવ નજીક વાઘણ અને બે બચ્ચાઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા તેમની હત્યા કરવા બદલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ ઝેર આપી મારી નાખવાના આરોપસર ૩ શિકારીઓની ધરપકડ કરી છે મૃત અવસ્થામાં મળેલા વાઘોને ઝેર આપીને મારી નાખ્યાની પુષ્ટિ થતાં જ આસપાસના ગામોમાં રહેતા લોકો પર વનવિભાગે નજર રાખવાનું શરૂ કર્યું હતું જે બાદ તપાસને અંતે આ ત્રણ અધિકારીઓ ઝડપાઇ ગયા હતા…..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version