News Continuous Bureau | Mumbai
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રાબાબુ નાયડુની જાહેર સભામાં નાસભાગ મચી છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ નાસભાગમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, જાહેર સભા દરમિયાન કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેના પગલે નાસભાગ મચી ગઈ હતી.
ચંદ્રાબાબુ નાયડુ ત્યાં રોડ શોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.
નાયડુએ તરત જ મીટિંગ રદ કરી અને મૃતકના પરિવારને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકામાં રાડો… આ જૂથે પક્ષ કાર્યાલય પર કબજો જમાવતા શિંદે જૂથ અને ઠાકરે જૂથ આમને સામને.. જુઓ વિડીયો
