ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા દરરોજ વધતા ઠાકરે સરકારની ચિંતા વધી રહી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાજ્યમાં મંગળવારે ઓમિક્રોન વેરિએન્ટના વધુ 8 કેસ સામે આવ્યા છે.
આમાંથી 7 પોઝિટિવ કેસ મુંબઈના છે અને 1 દર્દી વસઈ વિરારનો છે.
રાજ્યમાં અત્યાર સુધી ઓમિક્રોનથી સંક્રમિત 29 દર્દી સામે આવી ચૂક્યા છે.
જો કે રાજ્યમાં 29 દરદી પૈકી ઓમિક્રોનના 9 દરદી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા
ઉલ્લેખનીય છે કે દેશના સંક્રમિતોની અડધી સંખ્યા માત્ર એકલા મહારાષ્ટ્રમાં છે.